Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષે આમિર ખાન બર્થડેના દિવસે હશે કામમાં બિઝી

આ વર્ષે આમિર ખાન બર્થડેના દિવસે હશે કામમાં બિઝી

13 March, 2020 07:20 PM IST | Mumbai
Mumbai Desk

આ વર્ષે આમિર ખાન બર્થડેના દિવસે હશે કામમાં બિઝી

આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મનાં શુટિંગમાં બિઝી છે

આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મનાં શુટિંગમાં બિઝી છે


આમિર ખાન મોટે ભાગે તો પોતાનો જન્મદિવસ 14મી માર્ચ મીડિયા સાથે જાહેરમાં કેક કાપીને મનાવવાનું પસંદ કરે છે પણ આ વખતે આમિર તેની ફિલ્મ લાલ સિંગ ચઢ્ઢાનાં શુટિંગમાં વ્યસ્ત છે. એમ બની શકે છે આમિર આ વખતે જન્મદિવસના રોજ કામ કરતો હોય. દર વર્ષે બાન્દ્રામાં ફ્રિદા બિલ્ડિંગ નીચે મીડિયા સાથે કેક કાપનારો આમિર આ પરંપરાને કદાચ આ વર્ષે જતી કરે. તે હજી ગઇ કાલે જ લાલ સિંઘ ચઢ્ઢામાં તેની હિરોઇનનું પાત્ર ભજવનારી કરિના કપુર સાથે પોતાના પ્રોજેક્ટનાં શુટિંગ માટે અમૃતસર ગયો છે. તેની અને કરિનાની તસવીરો પણ વાઇરલ થઇ હતી.

kareena aamir
છેલ્લે જ્હાનવી કપૂર પણ તેના જન્મદિવસનાં રોજ કામમાં વ્યસ્ત હતી. બદલાઇ રહેલી બર્થડેની વ્યાખ્યામાં વર્કિંગ બર્થડે હવે સેટ થઇ ગઇ હોય તેવું લાગે છે. આમિર ખાન પોતાના પરિવાર સાથે જન્મદિન મનાવવા આવતીકાલે રાત્રે મુંબઇ પહોંચી જાય તો નવાઇ નહીં પણ આમિર ખાન મિસ્ટર પરફેક્શનિસ્ટ હોવાને નાતે કામને પ્રાધાન્ય આપે છે કે પછી પરિવાર સાથેની ક્ષણોને એ તો કહેવું મુશ્કેલ છે.આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા ટોમ હેંક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેઇક છે અને તેનું દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા કરાઇ રહ્યું છે અને લેખન અતુલ કુલકર્ણીએ કર્યું છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન ઉપરાંત મોના સિંઘ તથા દક્ષિણનો સુપરસ્ટાર વિજય સેથુપથી પણ છે અને 2020ની ક્રિસમસમાં ફિલ્મ થિયેટરમાં આવશે.



 


 


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2020 07:20 PM IST | Mumbai | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK