Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Gauahar Khan Zaid Wedding: ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નની વિધિ શરૂ થઈ

Gauahar Khan Zaid Wedding: ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નની વિધિ શરૂ થઈ

22 December, 2020 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gauahar Khan Zaid Wedding: ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નની વિધિ શરૂ થઈ

ગૌહર ખાન અને ઝૈદ દરબાર. તસવીર સોજન્ય - જાગરણ

ગૌહર ખાન અને ઝૈદ દરબાર. તસવીર સોજન્ય - જાગરણ


બિગ-બૉસ ફૅમ અને ફૅમસ એક્ટ્રેસ ગૌહર ખાન અને મ્યૂઝિક ડાયરેક્ટર ઈસ્માઈલ દરબારના દીકરાના લગ્નની વિધિઓ શરૂ થઈ છે. 25 ડિસેમ્બરના રોજ બન્નેના લગ્ન થવાના છે, આની પહેલા 21 ડિસેમ્બરના બન્નેની 'ચિક્સા' સેરેમની થઈ, જેના ફોટોઝ ગૌહર અને ઝૈદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. એમની ચિક્સા સેરેમનીમાં બન્નેએ પીળા રંગના કપડા પહેર્યા હતા. ગૌહરે પીળા રંગનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે સુંદર લાગી રહી હતી, તેમ જ ઝૈદે પીળા રંગનો કુર્તો પહેર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)




પોતાની સેરેમનીના ફોટોઝ શૅર કરતા ગૌહર અને ઝૈદે કેપ્શનમાં લખ્યું- જ્યારે મારો અડધો ભાગ તમારા અડધા ભાગથી મળ્યો અને એક થયા ત્યારે બેટર હાફ બન્યું. અમારી સૌથી સુંદર પળ. Alhamdulillah. GaZa celebrationsનો પહેલો દિવસ, ચિક્સા. તમને જણાવી દઈએ કે ગૌહર અને ઝૈદે પોતાના લગ્નને #GaZa (ગાઝા) નામ આપ્યું છે.

આ ફોટોઝ સિવાય ગાઝાની ચિક્સા સેરેમનીના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં બન્ને ઢોલ પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. એક વીડિયોમાં ઝૈદના પિતા ઈસ્માઈલ દરબાર પણ દીકરાની ચિક્સા સેરેમનીમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમ જ બીજા ફોટોમાં ગૌહરની માતા અને બાકીના લોકો મસ્તીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ગાઝાની સેરેમનીના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે લગ્ન માટે મુંબઈની આઈટીસી મરાઠા હોટેલની પસંદગી કરી છે. બીજી તરફ કપલે પૂણેની જાધવગઢ હોટેલમાં પ્રી-વેડિંગ શૂટ પણ કરાવ્યું હતું. તાજેતરમાં ગૌહરે પોતાના લગ્નનું ડિજિટલ વેડિંગ કાર્ડ બહાર પાડ્યું હતું. જેમાં બન્નેની સ્વીટ લવ સ્ટોરી નજર આવી રહી છે. વીડિયોમાં એમની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું કે કેવી રીતે બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ક્યારે એની શરૂઆત થઈ અને કેવી રીતે વાત લગ્ન સુધી પહોંચી. વીડિયોમાં ગૌહર અને ઝૈદના ક્યૂટ કેરીકેચર્સ નજર આવી રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK