નાના પડદા પરની સૌથી વિવાદાસ્પદ અને હંગામેદાર સીરિયલ બિગ-બૉસ 14 આખરે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવનારા વીકેન્ડમાં શૉનો પડદો પડી જશે. આ અગાઉ છેલ્લા વીકેન્ડ કા વારમાં સલમાન ખાને સીઝન 14મી ટ્રૉફીને એક ઝલક બતાવી હતી.
View this post on Instagram
વીકેન્ડ કા વારમાં એજાઝ ખાનની પ્રોક્સી તરીકે રમી રહેલી દેવોલીના ભટ્ટાચાર્જીના જયા બાદ હવે શૉમાં પાંચ ખેલાડીઓ બચ્યાં છે, જેમાં રૂબીના દિલૈક, રાહુલ વૈદ્ય, રાખી સાવંત, અલી ગોની અને નિક્કી તંબોલી સામેલ છે. ટ્રૉફી અને પ્રાઈઝ મની માટે હવે આ પાંચ લોકોની વચ્ચે જંગ થવાની છે. સોમવારથી ગ્રાન્ડ ફિનાલે વીકનો પ્રારંભ થઈ રહ્યો છે. આની પહેલી વીકેન્ડ કા વારમાં સલમાન ખાને આ વખતે આપવામાં આવનારી ટ્રૉફની ઝલક પણ બતાવી છે, જેને જોઈને કન્ટેસ્ટન્ટ્સની આંખોમાં ચમક વધી ગઈ છે.
View this post on Instagram
કેટલી બચી છે પ્રાઈઝ મની
છેલ્લી સીઝનની જેમ આ વખતે પણ પ્રાઈઝ મની 50 લાખ રૂપિયા જ છે, જો એક ટાસ્કમાં 14 લાખ રૂપિયા કાપ્યા બાદ હવે ફિનાલે માટે 36 લાખ રૂપિયા જ વિજેતાને મળશે. આ ટાસ્કમાં રાખીએ 14 લાખ રૂપિયાનો ઉપયોગ પોતાને ફિનાલે વીકમાં પહોંચાડવા માટે કરી લીધો હતો.
બ્રેક વગરનો રહ્યો રૂબીના દિલૈકનો સફર
બિગ--બૉસ 14 શૉ 3 ઑક્ટોબરે શરૂ થયો હતો. શૉમાં રૂબીના દિલૈક એકલી કન્ટેસ્ટન્ટ છે, જે પહેલા દિવસથી શૉમાં બ્રેક લીધા વગર રમી રહી છે. બાકી બધા ફાઈનલિસ્ટના સફરમાં બ્રેક આવ્યો છે. રાહુલ વૈદ્ય શૉ છોડીને ચાલ્યા ગયા હતા. થોડા દિવસ બહાર રહીને પાછો આવ્યો હતો. અલી ગોની સાઠમાં દિવસે એવિક્ટ થઈ ગયો હતો. તે પણ પાછો ફર્યો હતો. નિક્કી તંબોલી 64માં દિવસે એવિક્ટ થઈ ગઈ હતી અને તેને પણ ફરીથી તક આપવામાં આવી હતી. રાખી સાવંત 70માં દિવસે ચેલેન્જર્સ સાથે ઘરમાં આવી હતી. જોકે હવે તે એકમાત્ર ચેલેન્જર બચી છે. ગ્રાન્ડ ફિનાલે 21 ફેબ્રુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે. છેલ્લું અઠવાડિયું તમામ કન્ટેસ્ટન્ટ્સ માટે ખૂબ જ મહત્વનો રહેશે.
‘પઠાનની સ્ટોરીના ક્લાઇમૅક્સથી ટાઇગર 3ની સ્ટોરીની શરૂઆત થશે?
5th March, 2021 11:54 ISTસલમાન ખાનની કિક 2માં જોવા મળશે રકુલ પ્રીત સિંહ?
4th March, 2021 11:09 ISTસલમાન ખાનને પ્રૅન્ક કરવા ખૂબ જ પસંદ છે: મિકા સિંહ
27th February, 2021 16:06 ISTપૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ
27th February, 2021 16:02 IST