Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસના સ્પર્ધકોને દબંગગીરી દેખાડી સલમાને

બિગ બૉસના સ્પર્ધકોને દબંગગીરી દેખાડી સલમાને

27 October, 2019 10:42 AM IST | મુંબઈ

બિગ બૉસના સ્પર્ધકોને દબંગગીરી દેખાડી સલમાને

સલમાન ખાન

સલમાન ખાન


‘બિગ બૉસ ૧૩’ના વીક એન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન સ્પર્ધકો પારસ છાબરા, શેફાલી બગ્ગા અને સિદ્ધાર્થ ડે પર ખૂબ ભડક્યો હતો. પારસે તો સીધો સલમાન પર જ વાર કરતા શોમાં કહ્યું હતું કે યે સલમાન સર કા ચિડ ચિડ ઝ્યાદા હો રહા હૈ. 

આ વાતને લઈને પારસ જ્યારે પોતાનો બચાવ કરે છે તો સલમાન ગુસ્સામાં તેને કહે છે કે તેણે આપેલા નિવેદનનાં પૂરાવા છે. સાથે જ શહેનાઝને લઈને શેફાલી અને સિદ્ધાર્થ ડેની વાંધાજનક કમેન્ટ પર પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તે બધાને અયોગ્ય રીતે ટચ કરે છે. આ વાતને લઈને સલમાને તેમને કહ્યું હતું કે ‘શું તમે શહેનાઝને કૅરૅક્ટર સર્ટિફિકેટ આપશો? એક મહિલા જ બીજી મહિલાને માન નથી આપી રહી.’



આ પણ વાંચો : Bigg Boss 13: સલમાન ખાનના મોઢામાંથી નિકળ્યા અપશબ્દો, સિદ્ધાર્થ ડે પર થયા ગુસ્સે


આ વખતની સીઝનમાં ફક્ત સેલિબ્રિટીઝ છે અને તેઓ સતત એગ્રેસિવ અને મારવા પર ઉતરી આવે છે. આથી સલમાન પોતે પણ તેમનાથી કંટાળી ચૂક્યો છે અને તેણે કહ્યું છે કે મારે તો આ શોમાં આવવુ જ નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 10:42 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK