Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13માં માહોલ ગરમ: સિદ્ધાર્થ ડેએ રશ્મિના કરિઅર પર સાધ્યો નિશાન

Bigg Boss 13માં માહોલ ગરમ: સિદ્ધાર્થ ડેએ રશ્મિના કરિઅર પર સાધ્યો નિશાન

04 October, 2019 06:12 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 13માં માહોલ ગરમ: સિદ્ધાર્થ ડેએ રશ્મિના કરિઅર પર સાધ્યો નિશાન

રશ્મિ દેસાઇ

રશ્મિ દેસાઇ


ટીવીના સૌથી લોકપ્રિય શો બિગ બોસ કે જે હમેંશા વિવાદોમાં રહે છે. આ બિગ બૉસના ઘરમાં દરરોજ હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળે છે. શૉમાં સતત કોન્ટેસ્ટન્ટ્સ વચ્ચે જબરજસ્ત લડાઇ જોવા મળે છે.

તાજેતરમાં જ શૉમાં છોકરીઓ એ શૉના મેલ કોન્ટેસ્ટન્ટ્સને તેમનું રિપોર્ટ કાર્ડ જણાવતાં તેમના પર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના પછી રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ ડે વચ્ચે ખૂબ ઝઘડો થયો. આ લડાઈ પછી સિદ્ધાર્થ ડેએ રશ્મિના કરિયર પર નિશાન સાધ્યું છે. તાજેતરના એક આગામી એપિસોડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં રશ્મિ દેસાઇ, સિદ્ધાર્થ ડેને મ્હેણાં મારતી જોવા મળે છે, રશ્મિએ શહેનાઝ સાથે વાત કરતાં સિદ્ધાર્થ જે પર નિશાનો સાધતા કહ્યું, તુ ફરી ઠરકી કહીશ પાછું, રાઇટર છે આપણી ઇન્ડસ્ટ્રીના એટલા નામી. રશ્મિની વાત સાંભળીને સિદ્ધાર્થ ડે કહે છે, હવે તેમણે પણ ગેમ શરૂ કરી દીધી છે. જેના પછી બન્ને વચ્ચે જીભાજોડી વધી જાય છે. 




આગળ સિદ્ધાર્થ ડે કહે છે. હપં અહીં મારી આત્મા વેંચવા નથી આવ્યો. રશ્મિના કરિયર પર સવાલ ઉઠાવતાં સિદ્ધાર્થ કહે છે, જીવનમાં બે શૉ કર્યા છે, તે પણ વધુ ચાલ્યા નથી, કઇ ફિલ્મ મળી ગઈ આને જે મોટી હીરોઇન આવી ગઈ. સિદ્ધાર્થના આ સ્ટેટમેન્ટ પછી રશ્મિ તેને શું જવાબ આપે છે, તે તો આજે રાતે જ ખબર પડશે.


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

રશ્મિ દેસાઇ અને સિદ્ધાર્થ ડે વચ્ચે કયા કારણે ઝઘડો થયો તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પણ અંદાજો લગાવી શકાય છે તે આ લડાઇ છોકરાઓના રિપોર્ટ કાર્ડને લઇને થઈ છે. ટૂંક સમયમાં જ બિગ બૉસની બધી જ ફિમેલ કોન્ટેસ્ટન્ટ દ્વારા શૉમાં આવેલા છોકરાઓનો રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે, જેમાં છોકરીઓ છોકરાઓના વ્યવહાર પર તેમને જજ કરશે. જોવાનું એ છે કે છોકરીઓ કયા છોકરાને પાસ અને કયા છોકરાને ફેલ કરવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 06:12 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK