Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13 માટે સ્ટેશન માસ્ટર બન્યા સલમાન ખાન, જુઓ વીડિયો

Bigg Boss 13 માટે સ્ટેશન માસ્ટર બન્યા સલમાન ખાન, જુઓ વીડિયો

25 August, 2019 11:42 AM IST | મુંબઈ

Bigg Boss 13 માટે સ્ટેશન માસ્ટર બન્યા સલમાન ખાન, જુઓ વીડિયો

Bigg Boss 13 માટે સ્ટેશન માસ્ટર બન્યા સલમાન ખાન, જુઓ વીડિયો


ટેલિવિઝનની દુનિયાના સૌથી વિવાદિત રિયાલિટી શૉ બિગ બોસની 13મી સિઝન ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. આ શોનો પહેલો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે, જેમાં શોના હોસ્ટ સલમાન ખાન સ્ટેશન માસ્ટરના અવતારમાં દેખાઈ રહ્યા છે. જેમાં તેઓ ખરેખર આ શૉ આવવાની જાહેરાત કરી રહ્યા છે. આ શોનો પહેલો પ્રોમો ખૂબ જ દમદાર દેખાઈ રહ્યો છે, અને પ્રોમો પરથી જ શૉના નવા અવતારની ઉત્સુક્તા સર્જાઈ છે. કલર્સે પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ પ્રોમો રિલીઝ કર્યો છે.

પ્રોમોમાં સ્ટેશન માસ્ટર સલમાન ખાન કેબિનમાં પોતાની સીટ પર બેસીને માઈક પર કંઈક બોલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સલમાન ખાન બિગ બોસ શૉ માટે પાઈલટ, ગાયક, માળી અને તોફાની પાડોશી તરીકે દેખાઈ ચૂક્યા છે. બિગબોસની પાછલી સિઝન બીચ થીમ પર બેઝ્ડ હતી. જો કે બિગ બોસ 13 માટે કોઈ થીમ હજી સુધી ફાઈનલ નથી થઈ.



આ પણ વાંચોઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ 


ઉલ્લેખનીય છે કે હોસ્ટ તરીકે બિગ બોસ 13ની 10મી સિઝન સલમાન ખાન કરી રહ્યા છે. આ શો સપ્ટેમ્બર મહિનાના અંતમાં શરૂ થશે. આ વખતે આ શૉમાં સામાન્ય લોકો નહીં હોય. ગત સિઝનમમાં બિગ બોસ હાઉસનો દરવાજો સામાન્ય લોકો માટે પણ ખુલ્યો હતો. જો કે 13મી સિઝનમાં ફક્ત સેલેબ્સ જ બિગ બોસનો ભાગ બનશે. અત્યાર સુધીની ચર્ચા પ્રમાણે ચંકી પાંડે, સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચાર્ય, આદિત્ય નારાયણ, મિહિકા શર્મા, મુગ્ધા ગોડસે, રાજપાલ યાદવ અને રુચા ભદ્રાના નામ નક્કી થઈ ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 11:42 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK