Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ જોવા મળશે મ્યુઝિક વિડિયોમાં

સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ જોવા મળશે મ્યુઝિક વિડિયોમાં

16 March, 2020 03:36 PM IST | Mumbai
Mumbai Correspondent

સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ જોવા મળશે મ્યુઝિક વિડિયોમાં

મ્યુઝિક વિડિયોમાં દર્શન રાવલે અવાજ આપ્યો છે

મ્યુઝિક વિડિયોમાં દર્શન રાવલે અવાજ આપ્યો છે


‘બિગ બૉસ 13’માં જોવા મળેલાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ હવે ટૂંક સમયમાં જ એક મ્યુઝિક વિડિયોમાં જોવા મળવાનાં છે. સિદ્ધાર્થ ‘બિગ બૉસ 13’નો વિજેતા રહ્યો હતો. બન્નેના ફૅન્સને તેમની જોડી ખૂબ પસંદ પડી હતી. એને જોતાં તેમની જોડીને સિડનાઝ નામ પણ આપવામાં આવ્યું હતું. તેમના ફૅન્સ આ બન્નેને રોમૅન્સ કરતા જોઈને ખુશ થાય એ તો સ્વાભાવિક છે. આ વિડિયોને કૌશલ જોશીએ પ્રોડ્યુસ કર્યો છે. તો દર્શન રાવલે અવાજ આપ્યો છે. આ મ્યુઝિક વિડિયોનાં શૂટિંગનો ફોટો હાલમાં વાઇરલ થયો છે. ફોટોમાં બન્ને વરસાદમાં ભીંજાઈ રહ્યાં છે. દર્શન રાવલ અને સિદ્ધાર્થ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શહેનાઝે કૅપ્શન આપી હતી કે આ સુંદર લોકો સાથે માત્ર તમારા માટે અમે એક સુંદર ગીત લઈને આવી રહ્યાં છીએ.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 03:36 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK