કેમ ચર્ચામાં છે દીપિકા કક્કરના આ ઝુમકા, એવું તો શું છે એમાં ખાસ

Published: Aug 15, 2020, 11:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દીપિકા પોતાના સ્ટાઈલથી જોડાયેલો કોઈ નવો લૂક શૅર કરે, તો એના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસે છે. એવું જ કઈ આ વખતે થયું છે, જેના લીધે એના કાનના ઝુમકા ચર્ચાનો વિષય બની ગયો છે.

દીપિકા કક્કર
દીપિકા કક્કર

દીપિકા કક્કર એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે જે ટીવી સીરીયલ 'સસુરાલ સિમર કા'માં સિમર ભારદ્વાજની ભૂમિકા ભજવીને જાણીતી થઈ છે. તેણે બિગ-બૉસ 12ની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. દીપિકા સોશિયલ મીડિયા દ્વારા પોતાની પર્સનલ લાઈફની ઝલક પણ ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. શૅર કરેલા ફોટોઝ ફૅન્સને પણ ઘણા પસંદ આવે છે. ખાસ કરીને જ્યારે દીપિકા પોતાના સ્ટાઈલથી જોડાયેલો કોઈ નવો લૂક શૅર કરે, તો એના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસે છે. એવું જ કઈ આ વખતે થયું છે, જેના લીધે એના કાનના ઝુમકા ચર્ચાનો વિષય બની ગયો છે.

 
 
 
View this post on Instagram

Badi manzilon ke musafir.... Chota Dil Nahi rakhte!!!! . . #dilbadarakho #chotizindagihai . . Wearing jewellery by @jhaanjhariya

A post shared by Dipika (@ms.dipika) onAug 11, 2020 at 6:44am PDT

હકીકતમાં દીપિકાએ જે લેટેસ્ટ તસવીર શૅર કરી છે, એમાં તે ઘણી સુંદર સ્માઈલ અને લુક આપતી નજર આવી રહી છે. એમાં તેણે રેડ કલરનો સ્વેટશર્ટ પહેર્યો છે. તમે જોઈ શકો છો જેના પર વાઈટ કલરના પોલ્કા ડૉટ્સ બન્યા છે.

દીપિકાએ પોતાના વાળમાં હાઈ બન વાળી હેરસ્ટાઈલ કરી રાખી છે. તેમ જ તેણે પોતાના મેકઅપને મિનિમમ રાખતા હોઠ પર લાઈટ લિપસ્ટિક લગાવી છે. હવે વાત કરીએ જ્વેલરીની તો, આ જ્વેલરીને યંગ લેડીઝ જરૂર પસંદ આવશે.

દીપિકા કક્કરે કાનમાં સિલ્વર ઝુમકા પહેર્યા છે, પરંતુ આ તેના સામાન્ય ઝુમકાથી એકદમ અલગ છે. આ ઝુમકામાં સિલ્વરને મોલ્ડ કરતા એના પર 'મુસાફિર' લખવામાં આવ્યું છે અને એના ઉપર ઈયર લોબ પોર્શન પર ફ્લાવરની ડિઝાઈન બની છે. દીપિકાના આ ઝુમકા દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને ઘણા ચર્ચાનો વિષય બની ગયો છે. આ હટકે ઝુમકા ખરેખરમાં ઘણા સારા લાગી રહ્યા છે. તેમ જ દીપિકાએ હાથમાં જે બ્રેસલેટ પહેર્યું છે, તે ખૂબ જ હલકું અને ટ્રેન્ડી સ્ટાઈલનું હતું. આ સ્ટાઈલ એવી છે જેને તમે શૂટથી લઈને લહેંગા અને વેસ્ટર્ન વેર સાથે પણ સરળતાથી પહેરી શકાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK