Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમ્ફાનમાં ફસાયેલા પેરન્ટ્સને લઈને ચિંતાતુર છે બિદિતા બેગ

અમ્ફાનમાં ફસાયેલા પેરન્ટ્સને લઈને ચિંતાતુર છે બિદિતા બેગ

24 May, 2020 11:33 PM IST | Mumbai
Agencies

અમ્ફાનમાં ફસાયેલા પેરન્ટ્સને લઈને ચિંતાતુર છે બિદિતા બેગ

બિદિતા બેગ

બિદિતા બેગ


વેસ્ટ બંગાલ અને ઓડિશામાં આવેલા અમ્ફાન તોફાનને કારણે પોતાના પેરન્ટ્સને લઈને વ્યાકુળ બની ગઈ છે બિદિતા બેગ. તેના પેરન્ટ્સ હાવડાની સંતરા ગચ્ચીમાં રહે છે. તોફાને ઉગ્ર સ્વરૂપ લેતાં ભારે નુકસાન થયું છે. એ વિશે બિદિતાએ કહ્યું હતું કે ‘સંતરા ગચ્ચીમાં સ્થિતિ ખૂબ ખરાબ બની છે. અનેક ઝાડ જડમૂળમાંથી ઊખડી ગયાં છે. એનો વિડિયો મેં સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આવી જ સ્થિતિ મારા ઘરની પણ બની ગઈ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ફુટ જેટલું પાણી ભરાઈ ગયું છે. ઘરની બહારનો ભાગ પણ વહી ગયો છે. ફણસનાં ઝાડ જેને મેં બાળપણમાં રોપ્યાં હતાં એ પણ ઊખડી ગયાં છે. કેરીનું ઝાડ પણ નષ્ટ થઈ ગયું છે. ભારે નુકસાન થયું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ૪૦,૦૦૦ બુક્સના સંગ્રહવાળી લાઇબ્રેરી મારા ડૅડીએ વસાવી હતી. ઘરમાં પાણી ભરાઈ જતાં એને ખાસ્સું નુકસાન થયું છે. જે દિવસે તોફાન આવ્યું હતું એ દિવસે રાતે ૧૧ વાગ્યે મેં મારા પેરન્ટ્સ સાથે છેલ્લી વખત વાત કરી હતી. ત્યાર બાદ તો મોબાઇલના નેટવર્કની કનેક્ટિવિટીને કારણે તેમની સાથે વાત નથી થઈ શકી. મારા ડૅડી પાસેથી ટેક્સ્ટ મેસેજિસ મળ્યા હતા કે તેઓ ઠીક છે. ઇલેક્ટ્રિસિટી, પાણીપુરવઠો અને ઇન્ટરનેટ કનેક્શન હજી સુધી મળી શક્યું નથી. એના માટે હજી ત્રણથી ચાર દિવસ લાગશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 11:33 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK