ભૂષણ કુમારે કર્યું પીએમ-કૅર્સ ફન્ડમાં ૧૧ કરોડનું દાન

Published: 30th March, 2020 14:51 IST | IANS | Mumbai Desk

ભૂષણ કુમારે પણ ૧૧ કરોડ પ્રાઇમ મિનિસ્ટરના સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન ફન્ડમાં જમા કરવાનો નિર્ણય લીધો છે.

ભૂષણ કુમાર
ભૂષણ કુમાર

અક્ષયકુમારે ૨૫ કરોડનું દાન આપ્યા બાદ હવે ટી-સિરીઝના ભૂષણ કુમારે પણ ૧૧ કરોડ પ્રાઇમ મિનિસ્ટરના સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન ફન્ડમાં જમા કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસ સામે લડવા માટે સરકારને સેલિબ્રિટીઝ આર્થિક મદદ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને આ દિશામાં યથાશક્તિ મદદ કરવાની વિનંતી કરી છે. બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ ધનરાશિ આપી છે. ભૂષણ કુમારે સાથે જ મહારાષ્ટ્ર સરકારને પણ એક કરોડ આપવાનું નક્કી કર્યું છે. એ વિશે ટ્વિટર પર ભૂષણ કુમારે ટ્વીટ કર્યું હતું કે હાલમાં આપણે સૌ ખરેખર કપરી સ્થિતિમાં મુકાયા છીએ અને એથી ખૂબ અગત્યનું છે કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે મદદ કરીએ. હું મારા ટી-સિરીઝના પરિવાર સાથે મળીને ૧૧ કરોડ પીએમ-કૅર્સ ફન્ડમાં આપવાનું નક્કી કરું છું. આપણે સૌએ સાથે મળીને આ લડાઈ જીતવાની છે. સાથે જ સમયની માગને જોતાં મેં સીએમના રિલીફ ફન્ડમાં મારા ટી-સિરીઝના પરિવાર સાથે મળીને એક કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર લીધો છે. આશા રાખું છું કે આ સંકટની ઘડીમાંથી આપણે જલદી જ બહાર આવી જઈશું. ઘરમાં રહો, સલામત રહો. જય હિન્દ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK