Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કો-સ્ટાર સુશાંતને ટ્રિબ્યુટ આપતાં ૫૫૦ ફૅમિલીને મદદ કરશે ભૂમિ

કો-સ્ટાર સુશાંતને ટ્રિબ્યુટ આપતાં ૫૫૦ ફૅમિલીને મદદ કરશે ભૂમિ

30 June, 2020 10:28 PM IST | Mumbai
Agencies

કો-સ્ટાર સુશાંતને ટ્રિબ્યુટ આપતાં ૫૫૦ ફૅમિલીને મદદ કરશે ભૂમિ

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યુટ આપતાં ભૂમિ પેડણેકરે ૫૫૦ ગરીબ પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું છે. ભૂમિએ સુશાંત સાથે ‘સોન ચિરૈયા’માં કામ કર્યું હતું. આ માટે તેણે અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞાના એનજીઓ ‘એક સાથ : ધ અર્થ ફાઉન્ડેશન’ સાથે હાથ મિલાવ્યા છે. ૧૬ જૂને અભિષેક અને પ્રજ્ઞાએ જાહેરાત કરી હતી કે અમે સુશાંતના મૃત્યુ બાદ તેને સન્માન આપવા ૩૪૦૦ ફૅમિલીને જમાડીશું. હવે એમાં ભૂમિ પણ ઉમેરાઈ છે. ભૂમિએ સુશાંતનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી, ‘એક સાથ ફાઉન્ડેશન સાથે મળીને હું મારા ડિયર ફ્રેન્ડની યાદમાં ૫૫૦ ગરીબ પરિવારને ભોજન પૂરું પાડીશ. જરૂરિયાતમંદ લોકોને આ સમયે મદદ અને પ્રેમ પૂરો પાડવાની જરૂર છે.’

સુશાંત જ્યાં હોય ત્યાં હંમેશાં ખુશ રહે : બહેન શ્વેતા સિંહ



સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે મારો ભાઈ જ્યાં હશે ત્યાં ખુશ હોય એવી મને આશા છે. શ્વેતાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર તેના ભાઈની પ્રાર્થનાસભાનો ફોટો પણ શૅર કર્યો હતો. એ ફોટો શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી, ‘મારા નાના ભાઈને ફાઇનલ પ્રેમ અને પૉઝિટિવિટી મોકલી રહી છું. આશા રાખું કે તું જ્યાં રહે ત્યાં હંમેશાં ખુશ રહે. અમે હંમેશાં તને પ્રેમ કરતાં રહીશું.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 10:28 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK