Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનચિડિયામાં દેશનું પ્રતિબિંબ જોવા મળશે : ભૂમિ પેડણેકર

સોનચિડિયામાં દેશનું પ્રતિબિંબ જોવા મળશે : ભૂમિ પેડણેકર

09 January, 2019 08:01 AM IST |

સોનચિડિયામાં દેશનું પ્રતિબિંબ જોવા મળશે : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


‘સોનચિડિયા’ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરને જોયા બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘બૅન્ડિટ ક્વીન’ બાદ ડાકુ પર કોઈ સારી ફિલ્મ બની હોય તો એ આ હોઈ શકે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે ભૂમિ પેડણેકર, મનોજ બાજપાઈ અને આશુતોષ રાણા જેવા ઘણા સારા-સારા ઍક્ટર્સને પસંદ કરવામાં આવ્યા છે. આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘આ ફિલ્મને લઈને ખૂબ જ વધુ એક્સપેક્ટેશન રાખવામાં આવી રહ્યાં છે. ભારતના સૌથી બેસ્ટ ડિરેક્ટરમાંના એક અભિષેક ચૌબેએ ખૂબ જ અદ્ભુત ટીમ સાથે મળીને આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ સુંદર છે અને એમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં સોસાયટી કેવો ભાગ ભજવે છે અને એના પર કેવી રીતે વિજય મેળવવો એ વિશે વાત કરવામાં આવી હોવાથી આ ફિલ્મ પસંદ કરવી મારા માટે વધુ સરળ બની ગયું હતું.

આ પણ વાંચો : 'ઉરી' માટે આદિત્ય ઘરે 6 મહિના સુધી કર્યું હતું રિસર્ચ



આપણા દેશમાં શું થઈ રહ્યું છે એનું પ્રતિબિંબ આ ફિલ્મમાં જોવા મળશે. આ એક હાર્ડ-હિટિંગ ફિલ્મ છે, પરંતુ એ સાથે જ ખૂબ જ મહત્વની પણ છે. આ ફિલ્મમાં ઘણા સારા-સારા ઍક્ટર્સના પર્ફોર્મન્સ જોવા મળશે. મને આ ફિલ્મ પર ખૂબ જ ગર્વ છે અને ખુશી છે કે મેં એમાં કામ કર્યું.’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2019 08:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK