સારા કન્ટેન્ટવાળી ફિલ્મો કરવાનું લક્ષ છે ભૂમિ પેડણેકરનું
ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે હાલમાં બની રહેલી મસાલા એન્ટરટેઇનર ફિલ્મોમાંથી સારા કન્ટેન્ટવાળી ફિલ્મોને વધુ મહત્વ આપે છે. ભૂમિએ ‘દમ લગાકે હઈશા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે કદી પણ વિચાર્યું હતું કે તે મસાલા એન્ટરટેઇનર ફિલ્મોમાંથી કન્ટેન્ટને મહત્ત્વ નહીં આપે? એનો જવાબ આપતા ભૂમિએ કહ્યું હતું કે ‘ના. મેં હંમેશાં મસાલા એન્ટરટેઇનર ફિલ્મોમાંથી સારા કન્ટેન્ટવાળી ફિલ્મોને જ પસંદ કરી છે અને મારું માનવું છે કે ‘સાંડ કી આંખ’ અને ‘પતિ, પત્ની ઔર વો’ એમાંની જ ફિલ્મો છે.