શાદી કે સિયાપેની ટીમ માટે ભોજન બનાવે છે ભવ્ય ગાંધી

મુંબઈ | May 01, 2019, 09:09 IST

& TV પર આવતી ‘શાદી કે સિયાપે’ની ટીમ માટે ભવ્ય ગાંધી ભોજન બનાવીને લઈ જાય છે.

શાદી કે સિયાપેની ટીમ માટે ભોજન બનાવે છે ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધી ‘શાદી કે સિયાપે’ની ટીમ સાથે

એ વાતમાં તો કોઈ બેમત નથી કે ભવ્ય ગાંધી ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ભવ્યના હાથમાં જાદૂ છે. ભવ્ય ગાંધી હાલ & ટીવીની શાદી કે સિપાયેમાં નાનકૂનું પાત્ર ભજવી રહ્યો છે. જે એક એલિયન છે પરંતુ લગ્નનું પ્લાન કરતી ટીમમાં તેને રસોઈયા તરીકે જોવા મળે છે. ઓન સ્ક્રીન કૂક ભવ્યને ઑફ સ્ક્રીન પણ કૂકિંગ પસંદ છે. થોડા દિવસ પહેલા ધારાવાહિકની ટીમ માટે ભવ્ય જમવાનું બનાવીને લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ બહુ ના વિચાર સુપરહિટ પ્રથમ બે દિવસનું કલેક્શન 91.6 ટકા

ભવ્યએ ભોજનમાં તેણે ખમણ ઢોકળા, ખાંડવી અને થેપલાં બનાવ્યાં હતાં. એ વિશે વધુ જણાવતાં ભવ્યએ કહ્યું હતું કે ‘હું રસોઈયાનું પાત્ર ભજવી રહ્યો છું, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે મને કુકિંગનો શોખ છે. હું કુકિંગ વિશે ઘણું વાંચતો અને જોતો રહું છું. આ સાથે જ હું નવી-નવી વાનગી પણ બનાવતો રહું છું. મેં મારી ટીમ માટે ખાવાનું બનાવવાનું નક્કી કર્યું હતું. તેમને લાગ્યું હતું કે હું કોઈ સામાન્ય વાનગી બનાવીશ, પરંતુ તેઓ મારા હાથની ગુજરાતી વાનગી ખાઈને છક થઈ ગયા હતા.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK