Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજામૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં દેખાશે અજય દેવગણ

રાજામૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં દેખાશે અજય દેવગણ

14 March, 2019 06:05 PM IST | અમદાવાદ

રાજામૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં દેખાશે અજય દેવગણ

અજય દેવગણ, આલિયા ભટ્ટનો સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ

અજય દેવગણ, આલિયા ભટ્ટનો સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ


બાહુબલીના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની અપકમિંગ મેગાફિલ્મ RRRની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાઉથના સ્ટાર જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર આ ફિલ્મમાં એક સાથે દેખાશે.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં બોલીવુડના સિંઘમ અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં છે. અજય દેવગણ ફિલ્મની એક ફ્લેશબેક સિકવન્સમાં દેખાશે.



રાજામૌલીની આ મેગા બજેટ ફિલ્મ અલ્લુરી સીતારામારાજુ અને કોમારામભીમ નામના બે સ્વતંત્રતા સૈનિકોની કાલ્પનિક વાર્તા છે. ફિલ્મને એક કરતા વધુ ભાષામાં બનવાની છે. દરેક ભાષા માટે ફિલ્મ RRRનું નામ અલગ હશે. આ માટે રાજમૌલીએ ફેન્સની મદદ પણ માગી છે. એટલે હવે ફેન્સ RRRના ટાઈટલ માટે સલાહ આપી શકે છે.


આ ફિલ્મમાં હિરોઈન તરીકે આલિયા ભટ્ટ છે. જે રામચરણની હિરોઈન સીતાના પાત્રમાં દેખાશે. આલિયા ભટ્ટનો રોલ પણ ફિલ્મમાં મહત્વનો છે. જે ફિલ્મની સ્ટોરી જ બદલી નાખે છે.

આ પણ વાંચોઃ 'તાનાજીઃધ અનસંગ વૉરિયર'માં અજય દેવગણ સાથે દેખાશે આ ગુજરાતી છોકરો


એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મ 1920ના દાયકામાં આઝાદીની લડાઈની સ્ટોરી છે. જેમાં જુનિયર એનટીઆર કોમારામ ભીમ અને રામચરણ અલ્લુરીના પાત્રમાં દેખાશે. રાજામૌલીએ બંને સ્વતંત્રતા સૈનાનીઓના યુવાનીના દિવસોની કાલ્પનિક કથા તૈયાર કરી છે. આ ફિલ્મ ફિલ્મ વાસ્તવિક જીવનના સ્વતંત્રતા સેનાનીઓ પર આધારિત છે. ફિલ્મ 30 જુલાઈ, 2020માં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2019 06:05 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK