તૈયાર થઈ જાઓ, 'બધાઇ હો' પછી હવે આવી રહી છે 'બધાઇ દો'

Published: 18th October, 2020 15:40 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ફિલ્મની આખી ટીમ જાન્યુઆરી 2021થી ફિલ્મનું શૂટિંગ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, આ વખતે ફિલ્મની કાસ્ટ અને ડાયરેક્ટર બન્ને જુદાં હશે.

બધાઇ દો
બધાઇ દો

નેશનલ અવૉર્ડ વિનર (National Award Winner) સુપરહિટ ફિલ્મ (Superhit Film Badhaai ho) 'બધાઇ હો'ને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે આ ફિલ્મની સીક્વલ (Sequal Of Badhaai Ho) બનવા જઈ રહી છે જેનું નામ હશે 'બધાઇ દો (Badhaai Do)'. આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં જ શરૂ થઈ જવાનું હતું પણ કોરોના વાયરસ (Coronavirus)ને કારણે આને આગળ વધારી દેવામાં આવ્યું. જો કે હવે ફિલ્મની આખી ટીમ જાન્યુઆરી 2021થી ફિલ્મનું શૂટિંગ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, આ વખતે ફિલ્મની કાસ્ટ અને ડાયરેક્ટર બન્ને જુદાં હશે.

આ વખતે પણ હશે ફેમિલી કૉમેડી ફિલ્મ
સુપરહિટ ફિલ્મો બનાવનારા જંગલી પ્રૉડક્શન્સની ફિલ્મ 'બધાઇ દો'નું ડિરેક્શન હર્ષવર્ધન કુલકર્ણી કરશે જે આ પહેલા વર્ષ 2015માં આવેલી 'હંટર' ફિલ્મનું ડિરેક્શન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે તે 'બધાઇ હો' જેવી સુપર હિટ ફિલ્મની ફ્રેન્ચાઇઝી બનાવવાની લઈને ઉત્સાહિત છે. હર્ષવર્ધને કહ્યિં કે ફેમિલી કૉમેડી ફિલ્મો હંમેશાં ચાલે છે અને આ વખતે પણ તે આવી જ સરસ ફિલ્મ બનાવવામાં આવશે જે આખા પરિવાર સાથે જોઇ શકાશે.

નોંધનીય છે કે, 'બધાઇ હો' આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સાથે ગજરાજ રાવ અને નીના ગુપ્તા લીડ રોલમાં હતા. ફિલ્મની સીક્વલ 'બધાઇ દો'માં રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં હશે. રાજકુમાર અને ભૂમિ ફિલ્મની સ્ક્રિપ્ટના કેટલાક રીડિંગ સેશન્સ પણ કરી ચૂક્યા છે. આ સ્ક્રિપ્ટને અક્ષત ગિલ્ડિયાલ અને સુમન અધિકારીએ લખી છે.

રસપ્રદ છે ફિલ્મની સ્ટોરી
'બધાઇ દો'માં રાજકુમાર રાવ દિલ્હી પોલીસના અધિકારીના પાત્રણાં દેખાશે જે મહિલા થાણામાં એકલા પુરુષ છે. રાજકુમાર રાવ પોતાના આ પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે આ પાત્રને જોઇને ઑડિયન્સને ખૂબ જ મજા આવશે. રાજકુમાર રાવે એ પણ કહ્યું કે તેને 'બધાઇ હો' ખૂબ જ પસંદ આવી હતી અને આ માટે તે આ સીક્વલ સાથે જોડાઇને ખુશ છે.

ભૂમિનું પાત્ર હશે ઇન્ટરેસ્ટિંગ
ફિલ્મમાં ભૂમિ પેડણેકર એક પીટી ટીચરની ભૂમિકામાં હશે. પોતાના પાત્ર વિશે વાત કરતા તેણે જણાવ્યું કે આ ફિલ્મનું પાત્ર તેણે જણાવ્યું કે આ ફિલ્મનું પાત્ર તેમની માટે ખૂબ જ ખાસ છે. ભૂમિએ જણાવ્યું કે આ ફિલ્મ અને તેનું પાત્ર ખૂબ જ એન્ટરટેઇનિંગ હોવાનું છે. આ ભૂમિની રાજકુમાર સાથેની પહેલી ફિલ્મ હશે અને આ માટે આનું શૂટિંગ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભૂમિએ એ પણ જણાવ્યું કે 'બધાઇ હો' તેની ફેવરેટ ફિલ્મોમાંની એક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK