આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

Published: Oct 14, 2019, 20:03 IST | મુંબઈ ડેસ્ક

રિલીઝ પછી છઠ્ઠા અઠવાડિયે પણ જોરદાર કમાણી કરી રહી છે.

આયુષ્માન ખુરાના સ્ટારર અને એકતા કપૂર પ્રૉડ્યુસ્ડ ફિલ્મ ડ્રીમ ગર્લ તાજેતરમાં રિલીઝ થઇ છે અને તેણે બૉક્સ ઑફિસ પર જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. અને રિલીઝ પછી છઠ્ઠા અઠવાડિયે પણ જોરદાર કમાણી કરી રહી છે.

આ વર્ષે 13 સપ્ટેમ્બરના રિલીઝ થયેલી ફિલ્મ પોતાના પાંચમાં વીકએન્ડમાં 1.70 કરોડની કમાણી કરવામાં સક્ષમ રહી અને તેની સાથે જ આ ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 139.70 રૂપિયાનું બિઝનેસ કરી ચૂકી છે.

જ્યારે ડ્રીમ ગર્લ આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ હતી પણ હવે આ તેની સૌથી વધું કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે અને 'બધાઇ હો'ના લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધી છે જેણે બૉક્સ ઑફિસ પર કુલ 137.61 કરોડનો આંકડો નોંધાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે 'ડ્રીમ ગર્લ' એકતા કપૂરના પ્રૉડક્શન હાઉસ બાલાજી ટેલીફિલ્મ્સ પણ આ બધાંથી વધું કમાણી કરનારી ફિલ્મ બની છે.

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

ડ્રીમ ગર્લનું નિર્દેશન રાજ શાંડિલ્યએ કર્યું છે અને તેમાં નુસરત ભરૂચા, અન્નૂ કપૂર, મનજોત સિંહ, અભિષેક બેનર્જી, રાજેશ શર્મા, વિજય રાજ, નિધિ બિષ્ટ અને રાજ ભણસાલીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK