Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bala Box Office Collection Day 3: બૉક્સ ઑફિસ પર આયુષ્માનની બોલ'બાલા'

Bala Box Office Collection Day 3: બૉક્સ ઑફિસ પર આયુષ્માનની બોલ'બાલા'

11 November, 2019 02:41 PM IST | Mumbai Desk

Bala Box Office Collection Day 3: બૉક્સ ઑફિસ પર આયુષ્માનની બોલ'બાલા'

Bala Box Office Collection Day 3: બૉક્સ ઑફિસ પર આયુષ્માનની બોલ'બાલા'


આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલાએ ઓપનિંગ વીકએન્ડમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝના ત્રણ જ દિવસમાં 40 કરોડથી વધારે કમાણી કરીને જબરજસ્ત શરૂઆત કરી છે.

8 નવેમ્બરે બાલા સિનેમાઘરોમાં પહોંચી. ફિલ્મે 10.15 કરોડની ધમાકેદાર ઓપનિંગ કરી, જે આયુષ્માન ખુરાનાના કરિઅરની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ. શનિવારે આંકડામાં જબરજસ્ત ઉછાળ આવ્યો છે અને ફિલ્મે 15.73 કરોડ જમા કરી લીધા છે. ત્રીજા દિવસે રિવારે બાલાના કલેક્શન્સમાં પાછો એક જમ્પ આવ્યો અને ફિલ્મ 18.07 કરોડ જમા કરવામાં સફળ રહી, જેની સાથે બાલાએ 43.95 કરોડની શાનદાર ઓપનિંગ વીકએન્ડની કમાણી કરી. બાલાના આંકડા જણાવે છે કે ફિલ્મ મોટા કલેક્શન તરફ આગળ વધી રહી છે.




બાલા, આયુષ્માન ખુરાનાના કરિઅરની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ વીકએન્ડ કરનારી ફિલ્મ છે. આયુષ્માનની બધાઇ હોએ સૌથી વધારે કલેક્શન 45.70 કરોડ ઓપનિંગ વીકએન્ડમાં કર્યું હતું. જો કે આ ઓપનિંગ વીકએન્ડ 4 દિવસનું હતું. તેના પછી આવે છે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ, જેણે 44.57 કરોડની કમાણી કરી હતી.

બાલા સ્ત્રીના ડાયરેક્ટર અમર કૌશિકે નિર્દેશિત કરી છે. ફિલ્મની સ્ટોરી એક એવા યુવકની આસપાસ ફરે છે, જે પ્રીમેચ્યૉર બૉલ્ડિંગનો શિકાર બને છે અને આ કારણે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં તેને હ્યૂમરસ અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની શરીઆતની સફળતાથી ગદ્ગદ આયુષ્માન ખુરાનાએ દર્શકોનો આભાર આ અંદાજમાં વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

આયુષ્માન સાથે વિકી ડોનર દ્વારા ડેબ્યૂ કરનારી યામી ગૌતમ અને દમ લગા કે હઇશા સાથે ડેબ્યૂ કરનારી ભૂમિ પેડણેકર બાલામાં ફિમેલ લીડ રોલ્સમાં છે આ સિવાય સૌરભ શુક્લા, જાવેદ જાફરી અને અભિષેક બેનર્જીએ સહાયક ભૂમિકાઓ ભજવી છે. બાલાને લગભગ બધાં જ ક્રિટિક્સે પણ સારા માર્ક્સ આપ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 02:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK