Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયુષ્માનની શુભ મંગલ ઝ્યાદા સાવધાનનું શુટીંગ શરૂ, આ તારીખે થશે રીલિઝ

આયુષ્માનની શુભ મંગલ ઝ્યાદા સાવધાનનું શુટીંગ શરૂ, આ તારીખે થશે રીલિઝ

10 September, 2019 09:12 PM IST | Mumbai

આયુષ્માનની શુભ મંગલ ઝ્યાદા સાવધાનનું શુટીંગ શરૂ, આ તારીખે થશે રીલિઝ

આયુષ્માનની શુભ મંગલ ઝ્યાદા સાવધાનનું શુટીંગ શરૂ, આ તારીખે થશે રીલિઝ


Mumbai : બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ગેનું પાત્ર ભજવતો જોવા મળશે. આજે (10 સપ્ટેમ્બર) ફિલ્મનો મુહૂર્ત શોટ લેવામાં આવ્યો હતો. આ ફિલ્મને હિતેશ કૈવલ્ય ડિરેક્ટ કરશે જ્યારે આ ફિલ્મને આનંદ એલ રાય તથા ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.





માર્ચ 2020માં ફિલ્મ રિલીઝ થશે
આ ફિલ્મમાં ‘બધાઈ હો’ બાદ ફરી એકવાર નીના ગુપ્તા, આયુષ્માન ખુરાના તથા ગજરાજ રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં આયુષ્માનના પેરેન્ટ્સના રોલમાં નીના ગુપ્તા તથા ગજરાજ છે. આ ફિલ્મ આવતા વર્ષે 13 માર્ચ, 2020મા રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્માનના લવ ઈન્ટરેસ્ટનો રોલ કોણ પ્લે કરશે, તે હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં રિલીઝ થયેલી ‘શુભ મંગલ સાવધાન’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર હતાં. આ ફિલ્મને આર એસ પ્રસન્નાએ ડિરેક્ટ કરી હતી.

આ પણ જુઓ : આયુષ્માન ખુરાનાએ વડોદરામાં ઉજવી જન્માષ્ટમી, જુઓ તસવીરો

આયુષ્માન અત્યારે ‘ડ્રીમ ગર્લ’માં વ્યસ્ત
આયુષ્માનની ‘ડ્રીમ ગર્લ’ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં આયુષ્માન વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે નુસરત ભરુચા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 09:12 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK