અરવિંદ વેગડાના ગીત 'ઘુમતી રે'ને મળ્યો દર્શકોનો પ્રેમ, 20 દિવસમાં મળ્યા દોઢ લાખ વ્યૂઝ

Published: Oct 16, 2019, 13:45 IST | મુંબઈ

'ભાઈ-ભાઈ' ફૅમ અરવિંદ વેગડાનું ગીત ઘુમતી રે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. વીડિયોને યુટ્યૂબ પર દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

અરવિંદ વેગડા
અરવિંદ વેગડા

નવરાત્રી પર જાણીતા સિંગર અરવિંદ વેગડાએ ખાસ ગીત ઘુમતી રે રીલિઝ કર્યું હતું. આ ગીતને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. માત્ર 20 જ દિવસમાં ગીતને દોઢ લાખ કરતા વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને ગીતની લોકપ્રિયતાને જોતા તેને હજુ પણ વધુ વ્યૂઝ મળશે. સાંભળો આ ગીતને અહીં..

અરવિંદ વેગડાનું ઘુમતી રે ગીત ખાસ ગરવી ગુજરાતણોના માટે છે. જ્યારે નવરાતના નવલાં નોરતાંમાં ગુજરાતની સ્ત્રીઓ મા અંબાની આરાધના કરવા સોળે શણગાર સજી ગરબીમાં આવે છે, ત્યારે તેના મનમાં જે ભાવના જાગે છે, તેને આ ગીતમાં શબ્દોથી સજાવવામાં આવી છે. તમે પણ સાંભળો આ ગીતને અહીં...

 
 
 
View this post on Instagram

Happy to share that "Ghumati re " crossed 100000 views. Enjoy d song https://youtu.be/8ygHsiACdk4

A post shared by Arvind Vegda (@arvind_vegda) onOct 7, 2019 at 12:46am PDT


ગીતને સ્વર અરવિંદ વેગડા અને દેવાંશી શાહે આપ્યો છે. કમ્પોઝિશન યશ બારોટનું છે. જ્યારે ગીતના શબ્દો યશ બારોટ, પાર્થ બારોટ અને અરવિંદ વેગડાએ લખ્યા છે. ગીતને મિક્સ અને માસ્ટર સન્ની પરમારે કર્યું છે. જ્યારે ડાયરેક્શન રાજુ પટેલ જ્યારે ડીઓપી શૈલેષ ઠાકોર છે.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK