Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ જોવા મળશે આનંદ એલ. રાયની ફિલ્મમાં?

હૃતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ જોવા મળશે આનંદ એલ. રાયની ફિલ્મમાં?

29 July, 2019 10:07 AM IST | મુંબઈ

હૃતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ જોવા મળશે આનંદ એલ. રાયની ફિલ્મમાં?

હ્રિતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ

હ્રિતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ


આનંદ એલ. રાયની આગામી ફિલ્મમાં હૃતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આનંદ એલ. રાયે ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને ‘રાંઝણા’ બનાવી હતી. તેમની શાહરુખ ખાન સાથેની ‘ઝીરો’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ હતી. એવામાં તેમણે ફરીથી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે એના વિશે હજી સુધી કોઈ ચોક્કસ જાહેરાત નથી કરવામાં આવી. માત્ર એટલી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મમાં હૃતિક રોશન, સારા અલી ખાન અને ધનુષ જોવા મળશે. હૃતિકની ‘સુપર 30’ હાલ ખૂબ ધમાલ મચાવી રહી છે. એને જોતાં તેને ઘણી ફિલ્મોની ઑફર્સ પણ મળી રહી છે. ‘કેદારનાથ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સારા પણ હાલમાં ખૂબ ડિમાન્ડમાં છે. જોકે જ્યાં સુધી કોઈ નક્કર જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી અફવા જોર પકડશે એ વાત તો નક્કી જ છે.

આ પણ વાંચોઃ તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 10:07 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK