અનુષ્કાએ પહેર્યું સેરેના વિલિયમ્સ જેવું ગોલ્ડ ઇયરકફ, આટલી છે કિંમત...

Published: Oct 22, 2019, 20:56 IST | મુંબઈ ડેસ્ક

આવા જ ઇયરકફ ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે પોતાના એક ફોટોશૂટમાં પહેર્યા હતા.

અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં જ મુંબઇમાં એક ઇવેન્ટ અટેન્ડ કરી હતી, જ્યાં અભિનેત્રી સૂટેડ લૂકમાં જોવા મળી હતી. અનુષ્કા શર્માના બૉસી લૂકને ગોલ્ડ ઇયરકફ હાઇલાઇટ કરી રહ્યો હતો. જણાવીએ કે આવા જ ઇયરકફ ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે પોતાના એક ફોટોશૂટમાં પહેર્યા હતા.

 
 
 
View this post on Instagram

Just casually fixing my hair

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onOct 19, 2019 at 10:01am PDT

તસવીરોમાં અનુષ્કા શર્માએ નેવી કલરના વાઇટ લાઇનિંગ સૂટમાં સ્ટનિંગ દેખાતી હતી. અનુષ્કાએ પ્લેડ બટન જંપસૂટને બ્લેક ટાઇ અને વાઇટ શર્ટ સાથે ટીમઅપ કર્યું હતું. અનુષ્કા શર્માના Gucciના ગોલ્ડન ઇયરકફ તેના લૂકના હાઇલાઇટેડ પાર્ટ છે. અનુષ્કા પહેલા પણ આ ઇયરપીસ સેરેના વિલિયમ્સે પહેર્યું હતું. ફરક ફક્ત એટલો છે કે સેરેનાના ઇયરપીસમાં ગ્રીન એમરાલ્ડ સ્ટોન જડાયેલો હતો.

 
 
 
View this post on Instagram

🕴🏻🕴🏻🕴🏻

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onOct 19, 2019 at 9:59am PDT

આ ગોલ્ડ ઇયરકફ Gucciના વિંટર 2019 ફેશન શૉના છે. જેની કિંમત લગભગ 30 હજાર કહેવામાં આવી રહી છે. પોતાના સૂટેડ બૂટેડ લૂક સાથે અનુષ્કા શર્માએ બ્લેક બૂટ્સ પહેર્યા છે. ન્યૂડ મેકઅપ, લૂઝ હેર કર્લ્સ અનુષ્કા શર્માના લૂકને કોમ્પ્લીમેન્ટ કરે છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્માની છેલ્લી ફિલ્મ હતી ઝીરો. અભિનેત્રીના આગામી પ્રૉડેક્ટ વિશે હજી ઑફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થઈ. પણ રિપોર્ટ્સ પ્રમાણે અનુષ્કા શર્મા હ્રિતિક રોશનની અપોઝિટ એક ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરશે. આ સિવાય અનુષ્કાની સત્તે પે સત્તાની રીમેકમાં પણ કામ કરશે તેવી ચર્ચા છે.

 
 
 
View this post on Instagram

सूटेड और बुटेड

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onOct 19, 2019 at 9:52am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK