અનુષ્કાએ બેબી બંપ સાથેની તસવીર શૅર કરી, જુઓ સેલેબ્ઝે કેવી કમેન્ટ્સ આપી

Updated: 13th September, 2020 21:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રી અનુષ્કા શર્માએ રવિવારે બેબી બંપ સાથે નવો પીક શૅર કર્યો છે. ફોટામાં અનુષ્કા એક બીચ ઉપર ઉભી છે. તેણે વાઈટ શર્ટ અને પ્રિન્ટેડ સ્કર્ટ પહોર્યો છે

વિરુષ્કા
વિરુષ્કા

અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ બેબી બંપ સાથેની તસવીર શૅર કરી હતી. જેમાં પતિ વિરાટ અને સેલેબ્ઝે કમેન્ટ્સ આપી હતી. ફોટામાં અનુષ્કા એક બીચ ઉપર ઉભી છે. તેણે વાઈટ શર્ટ અને પ્રિન્ટેડ સ્કર્ટ પહોર્યો છે.

 
 
 
View this post on Instagram

Nothing is more real & humbling than experiencing creation of life in you . When this is not in your control then really what is ?

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onSep 13, 2020 at 3:49am PDT

આ ફોટામાં અનુષ્કાએ કૅપ્શન આપી કે, તારામાં જીવ પુરાઈ રહ્યો છે એનો અનુભવ કરવા જેટલું કોઈ જ સુખ નથી. જો આ તારા કંટ્રોલમાં ન હોય તો વાસ્તવમાં શું છે?

comments

આ ફોટામાં પતિ વિરાટ કોહલી (Virat Kohli)એ કમેન્ટ આપી કે, મારુ આખુ વિશ્વ એક જ ફ્રેમમાં છે. આ સાથે વિરાટે હાર્ટનો ઈમોજી આપ્યો હતો. કરીના કપૂર ખાને પણ કમેન્ટ આપી, બ્રેવેસ્ટ ઓફ ધેમ ઓલ. જ્યારે મૌની રોયે લખ્યું કે, બ્યુટીફૂલ હ્યુમન્સ.

comment

એક્ટ્રેસ ઝરીન ખાને ગોડ બ્લેસ યુ કમેન્ટ આપીને હાર્ટનું ઈમોજી આપ્યું હતું.

ગયા મહિને વિરાટ અને અનુષ્કાએ બંનેએ સોશ્યલ મીડિયામાં સમાચાર આપ્યા કે તેમના ઘરે જાન્યુઆરી 2021માં બાળકનો જન્મ થશે. આ કપલે એક સુંદર ફોટો શૅર કરીને આ ખુશીના સમાચાર આપ્યા હતા. વિરાટ કોહલીએ ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે, અમે બેમાંથી ત્રણ થવાના છીએ. 

First Published: 13th September, 2020 20:50 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK