બ્રસેલ્સમાં શૂટિંગ કરતા સમયે ચમકી રહી છે અનુષ્કા, જુઓ ફોટોઝ

Updated: Jun 24, 2019, 14:40 IST | બ્રસેલ્સ

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની નવી ફિલ્મની જાણકારી આપી છે. તેણે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે.

ચમકી રહી છે અનુષ્કા
ચમકી રહી છે અનુષ્કા

પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં સમય પસાર કર્યા બાદ અનુષ્કા હાલ બ્રસેલ્સમાં સમય વિતાવી રહી છે. અભિનેત્રીએ ચાહકોને પોતાની ટ્રિપની જાણકારી આપવા માટે ઈન્સ્ટાગ્રામનો સહારો લીધો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે લખ્યું, "આવજો લંડન, હેલ્લો બ્રસેલ્સ". અનુષ્કા બ્રસેલ્સમાં શૂટિંગ કરી રહી છે. જો કે તેની ફિલ્મની હજુ જાણકારી નથી મળી. પણ લાગે છે કે પોતાના કામમાંથી સમય કાઢીને તે પોતાની ટ્રિપને માણી રહી છે.

અનુષ્કાએ સૂર્યાસ્ત સમયનો એક ફોટો અને એક ફોટો તેના રૂમમાંથી શેર કર્યો છે.

 
 
 
View this post on Instagram

Shining ✨

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onJun 22, 2019 at 12:48pm PDT


સુલતાનની આ અભિનેત્રી આ તસવીરમાં રસ્તાની વચ્ચે પોઝ આપીને ઉભી છે. તેની પાછળ સૂર્યના કિરણો જોવા મળી રહ્યા છે. બ્લેક ટ્રાઉઝર, શર્ટ, ડેનિમ જેકેટ અને સ્નીકર્સમાં તે ખૂબસૂરત લાગી રહી છે. લંડનમાં અનુષ્કા શર્મા અનુપમ ખેરને મળી હતી. અનુપમ ખેર તેના વખાણ કરતા નહોતા થાકતા. લંડનમાં વર્લ્ડ કપ રમી રહેલી વિરાટ અને ટીમને સપોર્ટ કરવા માટે અનુષ્કા લંડન ગઈ હતી.

આ પણ વાંચોઃ Roohi Afzaમાં આવો હશે જાહ્વવી કપૂરનો લૂક, લીક થઈ તસવીરો

અનુપમ ખેરે ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે તેઓ ફિલ્મ, પાવર અને નિષ્ફળતા, આર્મીની લાઈફ અને અમારા માનીતા વિરાટ કોહલીના કારણે જોડાયેલા છે. તેમણે બહુ ફિલ્મો સાથે નથી કરી. પરંતુ બંને જબ તક હૈ જાન અને બદમાશ કંપનીમાં સાથે જોવા મળ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK