Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુષ્કાને ફૉર્ચ્યુન ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ વિમેન લિસ્ટમાં સ્થાન મળ્યું

અનુષ્કાને ફૉર્ચ્યુન ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ વિમેન લિસ્ટમાં સ્થાન મળ્યું

22 September, 2019 12:12 PM IST | મુંબઈ ડેસ્ક

અનુષ્કાને ફૉર્ચ્યુન ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ વિમેન લિસ્ટમાં સ્થાન મળ્યું

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા


મુંબઈ : (આઇ.એ.એન.એસ.) અનુષ્કા શર્માને અમેરિકન મૅગેઝિન ‘ફૉર્ચ્યુન’ દ્વારા ઇન્ડિયાની મોસ્ટ પાવરફૂલ વિમેનની ટૉપ 50ની લિસ્ટમાં સ્થાન મળ્યુ છે. આ લિસ્ટમાં તે ૩૯માં સ્થાને છે અને સૌથી યંગ મહિલા છે. ૨૦૦૮માં આવેલી શાહરુખ ખાન સાથેની ‘રબ ને બના દી જોડી’થી અનુષ્કાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનુષ્કાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફોર્ચ્યુન ઇન્ડિયાએ કૅપ્શન આપી હતી કે ‘ભારતની સૌથી પાવરફુલ મહિલાના લિસ્ટમાં અનુષ્કા શર્માનો ૩૯માં ક્રમે સમાવેશ થાય છે. તે ક્લિન સ્લેટ ફિલ્મ્સની કો-ફાઉન્ડર હોવાની સાથે ઘણી બ્રૅન્ડ્સને પણ એન્ડોર્સ કરી રહી છે. તે જ્યારે ૨૫ વર્ષની હતી ત્યારે તેણે પોતાનું પ્રોડક્શન-હાઉઝ શરૂ કર્યું હતું, જે હેઠળ તેણે ‘NH10’, ‘ફિલ્લોરી’ અને 

‘પરી’ બનાવી હતી. એ દરેક ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ૪૦-૪૦ કરોડનું કલેક્શન મેળવ્યુ હતું. એનાથી પણ આગળ વધતા ક્લિન સ્લેટ ફિલ્મ્સે હવે નેટફ્લિક્સ સાથે કરાર કર્યા છે. એનાં મારફતે તેઓ હવે ફિલ્મ ‘બુલબુલ’ અને વેબ-સિરીઝ ‘માઇ’ બનાવવાનાં છે. સાથે જ ઍમેઝોન પ્રાઇમ વિડિયો માટે પણ વેબ-સિરીઝ બનાવવામાં આવશે.’
આ લિસ્ટમાં પહેલાં ક્રમે લૉ ફર્મ AZB & partnersના ઝિયા મોદીનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 12:12 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK