Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ સૌથી મદદ કરનારો કલાકાર છે : અનુષ્કા

શાહરુખ સૌથી મદદ કરનારો કલાકાર છે : અનુષ્કા

25 December, 2018 05:22 PM IST |

શાહરુખ સૌથી મદદ કરનારો કલાકાર છે : અનુષ્કા

અનુષ્કા શર્માએ લખ્યો લેટર

અનુષ્કા શર્માએ લખ્યો લેટર


અનુષ્કા શર્માનું કહેવું છે કે શાહરુખ ખાન ખૂબ જ મદદ કરનારો ઍક્ટર છે. અનુષ્કા, શાહરુખ અને કૅટરિના કૈફની ‘ઝીરો’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝને લઈને શાહરુખની પ્રશંસા કરતાં અનુષ્કાએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. શાહરુખ અને અનુષ્કાએ ‘રબ ને બના દી જોડી’, ‘જબ તક હૈ જાન’, ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘ઝીરો’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોના પોસ્ટરનું કોલાજ બનાવી ટ્વિટર પર શૅર કરી અનુષ્કાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ એક ખૂબ જ સુંદર સંયોગ છે કે મને ‘ઝીરો’ મળી. મને એનો અહેસાસ હાલમાં જ થયો છે અને એથી જ હું અહીં રજૂ કરી રહી છું. મારી કરીઅરની શરૂઆત શાહરુખ મેં તારી ફિલ્મ સાથે કરી હતી અને આ એક ખૂબ જ સરસ વાત છે કે મારાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ પૂર્ણ થતાં આપણી ચોથી ફિલ્મ રિલીઝ થઈ છે.’

‘ઝીરો’ના ડિરેકટર આનંદ એલ. રાય, લેખક હિમાંશુ શર્મા અને શાહરુખ ખાનની પ્રશંસા કરતાં અનુષ્કાએ ટ્વીટ કયુર્ હતું કે ‘આ લોકોએ આ ફિલ્મ પૈસા કમાવવા માટે નહીં, પરંતુ પોતાની ખુશી માટે બનાવી છે. આ ખૂબ જ અદ્ભુત છે કે તેમણે એક અનોખી ફિલ્મ બનાવવા માટે સપનું જોવાની સાથે અલગ વિચારવાની હિંમત રાખી. આ મારા માટે ખૂબ જ પડકારજનક રોલ હતો અને આફિયાનું પાત્ર સ્ક્રીન પર રજૂ કરવા બદલ મારામાં વિશ્વાસ મૂકવા માટે હું આનંદ એલ. રાયનો આભાર માનું છું. તે શક્તિ, ખુશી, દૃઢ નિય લેનાર અને પ્રેમનું ઉદાહરણ છે. એ પાત્રને તમારી સમક્ષ રજૂ કરવા માટે હું ખૂબ ગર્વ અનુભવું છું. આશા રાખું છું કે આ વિશ્વમાં આફિયા જેવા વધુ લોકો હોય.’

શાહરુખનાં વખાણ કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘આપણી ચોથી ફિલ્મ વિશે વાત કરતાં હું એટલું જરૂર કહીશ કે મારી દરેક ફિલ્મમાં તેં મને ખૂબ મદદ કરી છે.  આ એક અજીબ અને સુંદર વાત પણ છે કે મેં સૌથી પડકારજનક રોલ તારી સાથે કર્યા છે. ફિલ્મોની મારી આ જર્નીમાં મેં પોતાનામાં ગ્રોથ અનુભવ્યો છે અને તેં હંમેશાં મને સાથ આપવાની સાથે એ જ ઉમળકાથી મને સહકાર આપીને આગળ વધવામાં મદદ કરી છે. ‘ઝીરો’ના સપનાને રિયલિટી બનાવવા માટે તારો, આનંદ સર, કૅટરિના અને ‘ઝીરો’ની પૂરી ટીમનો આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2018 05:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK