Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેરની માતા કોરોના પૉઝિટિવ, અભિનેતા નેગેટિવ

અનુપમ ખેરની માતા કોરોના પૉઝિટિવ, અભિનેતા નેગેટિવ

12 July, 2020 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનુપમ ખેરની માતા કોરોના પૉઝિટિવ, અભિનેતા નેગેટિવ

અનુપમ ખેર માતા દુલારી અને ભાઈ રાજુ ખેર સાથે (ફાઈલ તસવીર)

અનુપમ ખેર માતા દુલારી અને ભાઈ રાજુ ખેર સાથે (ફાઈલ તસવીર)


બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને દીકરા અભિષેક બચ્ચનનો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ બૉલીવુડનો વધુ એક પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. અભિનેતા અનુપમ ખેરના ઘરના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા છે. જેમાં અભિનેતાની માતા, ભાઈ, ભાભી અને ભત્રીજીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

અનુપમ ખેરની માતા દુલારીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમને અંધેરી પશ્ચિમમાં આવેલી કોકિલા બેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અભિનેતાના ભાઈ રાજુ ખેર, ભાભી રીમા ખેર અને ભત્રીજી વ્રિન્દા ખેરનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ ચારેયમાં કોરોનાના સામાન્ય અને નજીવા લક્ષણો છે. તે સિવાય ભત્રીજા પ્રણિતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અનુપમ ખેરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જે ફૅન્સ માટે ખુશખબર છે.



આ વાતની જાણ અનુપમ ખેરે પોતે ટ્વીટ કરીને આપી હતી.



છેલ્લા કેટલાક દિવસોથી માતા દુલારી જમતાં નહોતાં અને સુતાં જ રહેતાં હતાં. એટલે ડૉક્ટરોની સલાહથી તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ભાઈનો પરિવાર સૅલ્ફ ક્વૉરન્ટાઈન થઈ ગયો છે. જ્યારે માતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અનુપમ ખેરે પાલિકાનો અને ડૉક્ટરનો આભાર માન્યો સાથે જ પરિવારના સભ્યો સાજા થઈ જાય તે માટે ફૅન્સને પ્રાર્થના કરવાનું કહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2020 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK