નેહા ધૂપિયા અને અંગદ બેદીએ આ કારણથી ચોરીછૂપીથી કર્યા હતા લગ્ન

Published: Sep 17, 2019, 13:12 IST | મુંબઈ

સામાન્ય રીતે બોલીવુડ કપલ્સ ગ્રાન્ડ રીતે લગ્ન કરે છે, જેમાં સ્ટાર્સ ઉમટે છે. પરંતુ અંગદ બેદી અને નેહા ધૂપિયાના લગ્નમાં તેમના પરિવાર સહિત કેટલાક ખાસ લોકો જ હાજર હતા.

બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10 મે 2018ના રોજ ગુપચુપ રીતે દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના ફોટોઝ અચાનક સામે આવવાથી બી ટાઉન સહિત ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. સામાન્ય રીતે બોલીવુડ કપલ્સ ગ્રાન્ડ રીતે લગ્ન કરે છે, જેમાં સ્ટાર્સ ઉમટે છે. પરંતુ અંગદ બેદી અને નેહા ધૂપિયાના લગ્નમાં તેમના પરિવાર સહિત કેટલાક ખાસ લોકો જ હાજર હતા.

લગ્નના કેટલાક મહિના બાદ નેહાએ એક પુત્રીને પણ જન્મ આપ્યો છે. બાદમાં કપલે આ વાત સ્વીકારી હતી કે નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી, એટલે તેમણે ઉતાવળે લગ્ન કરી લીધા. તો લગ્નમાં આટલા ઓછા મહેમાનો વિશે પણ અંગદ બેદીએ ખુલાસો કર્યો છે. બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં અંગદ બેદીએ કહ્યું કે તેઓ પોતાના માતા પિતાની જેમ જ સિમ્પલ રીતે અને લો બજેટમાં લગ્ન કરવા માગતા હતા.

 
 
 
View this post on Instagram

Best headrest ❤️ @angadbedi ... 📸 @centaragrandmaldives 🌊🐬☀️

A post shared by Neha Dhupia (@nehadhupia) onAug 28, 2019 at 2:26am PDT

અંગદે કહ્યું કે મારા પિતાએ તેમના સમયમાં ખૂબ જ સિમ્પલ રીતે લગ્ન કર્યા હતા. તેઓ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવા છતાંય તેમણે સાદાઈથી લગ્ન કર્યા હતા. હવે જ્યારે મારો વારો હતો તો મેં પણ આવો જ નિર્ણય લીધો. જ્યારે મેં મારા પિતાને આ અંગે વાત કરી તો તેમણે કહ્યું કે લગ્ન તમારા માટે કરવા છે કે લોકો માટે પહેલા એ નક્કી કરી લો. અંગદ બેદીનું કહેવું છે કે,'મને લાગે છે કે લગ્ન તમારો અંગત મામલો છે. લગ્ન ફક્ત બે લોકો વચ્ચે જ નહીં પરંતુ બે પરિવાર વચ્ચે થાય છે. લગ્ન બાદ અને ગ્રાન્ડ બેબી શૉવર રાખ્યું હતું. જેમાં બોલીવુડના તમામ સ્ટાર્સને ઈન્વાઈટ કરાયા હતા. તમામ લોકો આવ્યા અને આશીર્વાદ આપ્યા.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK