Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાનકડો છોકરો ગીત ગાતી વખતે પિતાને વઢ્યો, અમિતાભ બચ્ચને શૅર કર્યો વીડિયો

નાનકડો છોકરો ગીત ગાતી વખતે પિતાને વઢ્યો, અમિતાભ બચ્ચને શૅર કર્યો વીડિયો

21 October, 2020 11:12 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

નાનકડો છોકરો ગીત ગાતી વખતે પિતાને વઢ્યો, અમિતાભ બચ્ચને શૅર કર્યો વીડિયો

વીડિયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીનશૉટ

વીડિયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીનશૉટ


બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન આમ તો હાલ ટીવીનો લોકપ્રિય ક્વિઝ શૉ 'કોન બનેગા કરોડપતિ 12 (Kaun Banega Crorepati 12)' હોસ્ટ કરી રહ્યા છે, પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન ઘણીવાર ટ્વિટર પર વાયરલ વીડિયો શૅર કરતા હોય છે. આ વીડિયોમાં એક પિતા અને દીકરાની જોડી હારમોનિયમ વગાડીને ગીતની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આ નાનો દીકરો પોતાના પિતાના સાથે સુર સાથે સુર મેળવી રહ્યો છે. જો કે, વચ્ચે વચ્ચે બાળક પોતાના પિતાને યોગ્ય રીતે ગીત ગાવા માટે પણ કહી રહ્યો છે.

વીડિયોમાં છોકરો એકલો પણ ગીત ગાતો જોવા મળે છે. વીડિયો શૅર કરવાની સાથે અમિતાભ બચ્ચને કૅપ્શનમાં લખ્યું છે કે, "છોકરો, માણસનો પિતા હોય છે." અમિતાભ બચ્ચને શૅર કરેલા આ વાયરલ વીડિયો પર ચાહકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જણાવવાનું કે, અમિતાભ બચ્ચન ઘણીવાર આવા વીડિયો શૅર કરતા હોય છે, જે ચર્ચામાં આવતા જ છવાઇ જાય છે.



 
 
 
View this post on Instagram

Child is the Father of Man !

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onOct 18, 2020 at 10:49pm PDT


વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચને તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે નાગ અશ્વિનની અનટાઇટલ્ડ ફિલ્મ સાઇન કરી છે. બિગ બી છેલ્લે ઑનસ્ક્રીન ગુલાબો સિતાબોમાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મોમાં અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર છે જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ દેખાશે. ફિલ્મ ચહેરેમાં ઇમરાન હાશમી સાથે દેખાસે અને આ બધાંની સાથે-સાથે રમત-ગમત પર આધારિત ફિલ્મ ઝુંડમાં પણ દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 11:12 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK