આલિયા ભટ્ટને પોતાની આ ભૂલ પર આખી જિંદગી થશે પસ્તાવો...

Published: Aug 29, 2019, 10:46 IST | મુંબઈ

આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલી સાથેની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ હવે આ ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ છે.

આલિયા ભટ્ટને પોતાની આ ભૂલ પર આખી જિંદગી થશે પસ્તાવો...
આલિયા ભટ્ટને પોતાની આ ભૂલ પર આખી જિંદગી થશે પસ્તાવો...

દરેક કલાકારના કરિઅરમાં એવો મોકો આવે છે, જે તેના માટે ખૂબ જ મહત્વનો હોય છે. આવો જ મોકો આલિયાની કરિઅરમાં ઈન્શાઅલ્લાહના રૂપમાં આવ્યો, જેમાં તેને હિન્દી સિનેમાના સારામાં સાર ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો હતો. અને તે સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે તે સ્ક્રીન સ્પેસ શેર કરવાના હતી. ફિલ્મની રિલીઝ પણ ઈદ પર ફિક્સ થઈ ગઈ હતી. બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યા અચાનક ફિલ્મ બંધ થઈ રહી હોવાના અહેવાલો આવ્યા. આ ફિલ્મ બંધ થવાથી આલિયાને બેવડુ નુકસાન થયું છે. જેના કારણે તે ખૂબ જ અપસેટ છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, આલિયાનું દુઃખી થવાનું કારણ એ છે કે તેણે ઈન્શાલ્લાહ માટે આમિર ખાન સાથેના એક પ્રોજેક્ટને ઠુકરાવી દીધો હતો. જ્યારે આમિરની ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કરવામાં આવ્યો તે પહેલા જ તે બધી તારીખો ઈન્શાલ્લાહને આપી ચુકી હતી. અને આ વાતનો તેને અફસોસ રહેશે.

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ઈદ 2020માં રિલીઝ નહીં થાય. પરંતુ સલમાન ખાનના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ઈદ 2020 પર સલમાન ખાનની બીજી એક ફિલ્મ રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઈન્શાઅલ્લાહમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાન પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે, તો સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી 20 વર્ષે ફરી સાથે કામ કરી રહ્યા છે. છેલ્લે બંનેએ હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કર્યું હતું.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

મહત્વનું છે કે આલિયા ભટ્ટ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. હાલ આલિયા ભટ્ટ તેનાં ડૅડી મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટ સાથે ‘સડક 2’માં કામ કરી રહી છે. રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સાથે પણ તે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. પોતાની આગામી ફિલ્મો વિશે આલિયા કહ્યું હતું કે ‘અમે ‘સડક 2’નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. ‘બ્રહ્માસ્ત્ર’ પર પણ કામ ચાલી રહ્યું છે. માત્ર થોડા ઘણું જ કામ બાકી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. એથી આવતુ વર્ષ મારા માટે ખૂબ જ એક્સાઇટીંગ રહેવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK