Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન સાથે જોવા મળશે આલિયા ભટ્ટ, ટીકાકારોને આપ્યો મુંહતોડ જવાબ

સલમાન સાથે જોવા મળશે આલિયા ભટ્ટ, ટીકાકારોને આપ્યો મુંહતોડ જવાબ

09 April, 2019 02:09 PM IST | મુંબઈ

સલમાન સાથે જોવા મળશે આલિયા ભટ્ટ, ટીકાકારોને આપ્યો મુંહતોડ જવાબ

તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ


આલિયા ભટ્ટ, જે હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કલંકની તૈયારી કરી રહી છે, તેને સંજય લીલા ભણસાલી સાથે વધુ એક ફિલ્મ મળી ગઈ છે. અને આ ફિલ્મમાં કામ કરવાનો ઉત્સાહ તેણે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો છે.

એક અવૉર્ડ સેરેમનીમાં આલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "આ ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. અને મેં મારા ટ્વીટમાં મેન્શન કર્યું છે કે મારું સંજય અને સલમાન સાથે કામ કરવાનું મોટું સપનું સાકાર થયું છે. તેઓ મેજિકલ કોમ્બિનેશન છે. હું આ સફર શરૂ થવાની રાહ નથી જોઈ શકતી. જે જાદુઈ હશે."

આ મામલે પિંકવિલા સાથે ઈન્ટરવ્યૂમાં વાત કરતા આલિયાએ ટીકાકારોને પણ જવાબ આપ્યો. આલિયાએ કહ્યું કે, "મારી કોઈ ટિકા નથી થઈ. હું ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે ધારણાઓ પણ એક પ્રકારે ઉત્સાહ જ છે અને આવી ધારણાઓ હોવી જોઈએ. આવી વસ્તુથી મને ફેર નથી પડતો, મને નથી લાગતું કે સલમાન કે ભણસાલી સરને પડતો હોય. આ ફિલ્મકારે આપણને ઘણી સારી ફિલ્મો આપી છે અને આપણે તેમના વિઝન પર વિશ્વાસ રાખવો જોઈએ."

આ પણ વાંચોઃ આવી ગયું કલંકનું ટ્રેલરઃ કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ છે વિઝ્યુઅલ ટ્રીટ



હાલ આલિયા કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 1940ના ભારતની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મની પરિકલ્પના 15 વર્ષ પહેલા યશ જોહર અને કરણ જોહરે કરી હતી. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2019 02:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK