Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી ગયું કલંકનું ટ્રેલરઃ કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ છે ભવ્ય

આવી ગયું કલંકનું ટ્રેલરઃ કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ છે ભવ્ય

03 April, 2019 04:18 PM IST | મુંબઈ

આવી ગયું કલંકનું ટ્રેલરઃ કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ છે ભવ્ય

કલંકમાં આલિયા ભટ્ટ

કલંકમાં આલિયા ભટ્ટ


સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર સ્ટારર ફિલ્મ કલંકનું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું. જેને કેટલાક કલાકોમાં જ કરોડો લોકોએ જોયું હતું. આજે આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં રીલિઝ કરવામાં આવ્યું જ્યાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી.

ટ્રેલર આલિયા ભટ્ટના વૉઈસ ઑવરથી શરૂ થાય છે.જેમાં તે બોલે છે કે એક ખોટા નિર્ણયથી અનેક લોકોની જિંદગી ખરાબ થઈ જાય છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ પણ છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ, સેટ, કોસ્ચ્યૂમ્સ ખૂબ જ સરસ છે. તમે પણ જુઓ આ ટ્રેલર અહીં.

કલંક કરણ જોહરનો ડ્રીમ પ્રોજક્ટ છે. કલંક 1940ના દાયકાની પ્રેમ કથા છે. જેમાં વરુણ ઝાફર, આલિયા રૂપ, સોનાક્ષી સત્યા, આદિત્ય દેવ ચૌધરી, સંજય દત્ત બલરાજ ચૌધરી અને માધુરી દીક્ષિત બહાર બેગમની ભૂમિકામાં છે.

કલંક ફોક્સ સ્ટાર સ્ટૂડિયોની ફિલ્મ છે જેને ધર્મા પ્રોડક્શન અને નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યૂસ કરી રહ્યું છે.આ ફિલ્મ 17 એપ્રિલે રીલિઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2019 04:18 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK