Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ફિલ્મ કરવાની પાડી ના.... જાણો કારણ

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ફિલ્મ કરવાની પાડી ના.... જાણો કારણ

21 September, 2019 03:24 PM IST | મુંબઈ ડેસ્ક

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ફિલ્મ કરવાની પાડી ના.... જાણો કારણ

આલિયા ભટ્ટ, રણબીર કપૂર

આલિયા ભટ્ટ, રણબીર કપૂર


અભિનેત્રી આલિયા ભટ્ટે એક્ટર રણબીર કપૂર સાથે ફિલ્મોના કેટલાય ઑફર નકારી દીધા છે. બન્ને સિતારાના રિલેશનશિપની ચર્ચાઓ ઘણા સમયથી ચર્ચામાં છે. એવામાં સાથે ફિલ્મોના ઑફરને રિજેક્ટ કરવાની વાત સામે આવે તો પ્રશ્નો તો થવાના જ છે.

ટીઓઆઇના રિપાર્ટ પ્રમાણે ફિલ્મો નકારવાનું કોઇ પર્સનલ કારણ નથી. રણબીર-આલિયા બ્રહ્રમાસ્ત્ર દ્વારા પહેલી વાર પડદા પર સાથે કામ કરતાં દેખાવાના છે. તેથી હવે બન્ને કોઇપણ નવા પ્રૉજેક્ટ લેતાં પહેલા જોવા માગે છે કે બન્નેની જોડીને લઇને પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે, કારણકે બોલીવુડના કેટલાય એવા કપલ છે, જેને પબ્લિકે બૉક્સ ઑફિસ પર સારો રિસ્પોન્સ નથી આપ્યો. તેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર કપલ પણ સામેલ છે.



આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો


દર્શકો જુએ છે બ્રહ્માસ્ત્રની રાહ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જ દર્શકો પણ બ્રાહ્માસ્ત્રની રાહ જોઈ રહ્યા છે. અયાન મુખર્જીની આ ફિલ્મમાં આલિયા અને રણબીર સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો વર્કફ્રન્ટની વાત કરીએ ત્યારે થોડોક સમય પહેલા જ આલિયા ભટ્ટને રાઝી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો છે. બ્રહ્માસ્ત્ર સિવાય આલિયાની સડક-2 અને તખ્તની પણ શૂટિંગ ચાલુ છે. તો રણબીર કપૂરની આગામી ફિલ્મો શમશેરા, ડેવિલ અને લવ રંજનની નેક્સ્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2019 03:24 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK