Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > RRRમાં જોવા નહીં મળે આલિયા ભટ્ટ?

RRRમાં જોવા નહીં મળે આલિયા ભટ્ટ?

21 March, 2020 02:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RRRમાં જોવા નહીં મળે આલિયા ભટ્ટ?

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટ ‘RRR’માં કામ નહીં કરે એવી ચર્ચા ચાલી રહી છે. એસ. એસ. રાજામૌલીની આ ભવ્ય ફિલ્મમાં અજય દેવગન, જુનિયર એનટીઆર અને રામ ચરણ જોવા મળશે. અજય દેવગને તાજેતરમાં જ હૈદ્રાબાદનું શૂટિંગ પૂરું કર્યું છે. એવામાં આલિયાના ફૅન્સ પણ તેને આ ફિલ્મમાં જોવા માટે આતુર છે. આ ફિલ્મનું બજેટ જરૂર કરતાં વધી જતાં ફિલ્મના ઍક્ટર્સને પ્રોડ્યુસરે તેમની ફીમાં થોડો ઘટાડો કરવાની અપીલ પણ કરી હતી. સાથે એવું પણ સાંભળવા મળ્યું હતું કે અજય દેવગન તો આ ફિલ્મમાં ફ્રીમાં કામ કરવાનો છે. આલિયા પાસે ‘તખ્ત’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ છે. સાથે જ તે અન્ય પ્રોજ્ક્ટમાં પણ બિઝી છે. જોકે પ્રોડક્શન હાઉસ વતી જા‌ણવા મળ્યું છે કે આલિયા ‘RRR’માં કામ કરવાની છે અને તે મે મહિનામાં ટીમમાં સામેલ પણ થવાની છે. ફિલ્મનું ૭૫ ટકા કામ પૂરું થઈ ગયું છે. ફિલ્મનાં બાકી રહેલા ૨૫ ટકામાં આલિયાનો રોલ અગત્યનો છે. જોકે આ તમામ વાતો વચ્ચે એવી ચર્ચા છે કે તે હવે આ ફિલ્મમાં કામ નહીં કરે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2020 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK