વિદ્યા બાલનને મિશન મંગલ માટે નૅશનલ અવૉર્ડ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું...

Published: Jul 21, 2019, 09:10 IST | મુંબઈ

વિદ્યા બાલનને મિશન મંગલ માટે નૅશનલ અવૉર્ડ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું કે તેના જન્મ વખતે પણ નર્સે કહ્યું હતું કે તમારે ત્યાં નૅશનલ અવૉર્ડ આવ્યો છે.

અક્ષયકુમારનો વિદ્યા બાલનને જવાબ
અક્ષયકુમારનો વિદ્યા બાલનને જવાબ

‘મિશન મંગલ’નાં ટ્રેલર-લૉન્ચ વખતે વિદ્યા બાલનને પૂછેલા સવાલને લઈને અક્ષયકુમાર મસ્તીના મૂડમાં આવી ગયો હતો. ભારતને મંગળયાનમાં મળેલી સફળતા પર ‘મિશન મંગલ’ની સ્ટોરી આધારિત છે. આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કિર્તી કુલ્હારી, નિત્યા મેનન, અક્ષયકુમાર અને શર્મન જોશી પણ જોવા મળશે. ફિલ્મને નૅશનલ અવૉર્ડ મળવો જોઈએ એવો સવાલ પૂછવામાં આવતાં વિદ્યાએ જવાબ આપતાં કહ્યું હતું કે હું અવૉર્ડ વિશે વધુ નથી વિચારતી.

જોકે વિદ્યાનાં જવાબને અધવચ્ચે જ અટકાવતાં અક્ષયકુમારે મસ્તીમાં કહ્યું હતું કે ‘વિદ્યાનો જ્યારે જન્મ થયો હતો ત્યારે નર્સે તેનાં પેરન્ટ્સને કહ્યું હતું કે તમને અભિનંદન. તમારા ઘરે નૅશનલ અવૉર્ડ આવ્યો છે.’

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

આ ફિલ્મને ‘પા’નાં ડિરેક્ટર આર. બાલ્કીએ પ્રોડ્યુસ કરી છે. ‘પૅડમૅન’નાં અસિસટન્ટ ડિરેક્ટર જગન શક્તિએ એને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ કરવા વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘આર. બાલ્કી અને જગન શક્તિ મારી પાસે આવ્યા હતાં અને તેમણે સ્ક્રિપ્ટ નરૅટ કરી હતી. મને લાગે છે કે મારા કરીઅરમાં મેં પહેલી વાર ફિલ્મને તરત હા પાડી હતી. તેમણે નરૅશન પૂરું કર્યું અને મેં તરત તેમને હા કહી હતી, કેમ કે સ્ક્રિપ્ટ ઘણ‌ી સારી હતી. મને એમ લાગ્યું કે આવી સ્ટોરી લોકો સુધી પહોંચાડવી
જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK