અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડેનો ન્યુ લુક, બદલાઇ રિલિઝ ડેટ
બચ્ચન પાંડેનું નવું પોસ્ટર રિલિઝ. સૌજન્ય - અક્ષય કુમાર ટ્વિટર એકાઉન્ટ
સાજીદ નડિયાદવાલાની અક્ષય કુમાર અભિનિત ફિલ્મ બચ્ચન પાંડેની જાહેરાત જુલાઇ 2019માં થઇ હતી અને 2020ની ક્રિસમસના રોજ રિલિઝ થવાની હતી. જો કે હવે આ ફિલ્મ 22 જાન્યુઆરી 2021ના રોજ રિલિઝ થશે. ફોરેસ્ટ ગમ્પ પરથી બનેલી રહેલી આમીરની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાની રિલિઝ સાથે ક્લેશ થવાની શક્યતાઓ ટાળવા માટે અક્ષય કુમાર અને સાજીદે પોતાની ફિલ્મની રિલિઝ ડેઇટ બદલી નાખી છે. બચ્ચન પાંડેના નવા રિલિઝ થયેલા પોસ્ટરમાં અક્ષયનો ક્લોઝ અફ જોવા મળે છે. લુંગી અને દાઢીમાં સજ્જ અક્ષયે જાડી સોનાની ચેઇન ચઢાવી છે અને માથે હેડ બેંડ પણ બાંધ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની નવી રિલિઝ ડેઇટની જાહેરાત કરાઇ છે. નવી તારીખની જાહેરાત અક્ષય કુમારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરી છે જેમાં તેણે આમીરને સંબોધીને એમ પણ લખ્યું છે કે અંતે તો આપણે મિત્રો છીએ.