કોરોના સામે લડવા 'મુસ્કુરાએગા ઇન્ડિયા' લઈને આવશે બૉલીવુડની સેલિબ્રિટીઝ

Published: Apr 06, 2020, 16:21 IST | Mumbai Correspondent | Mumbai

દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસ સામે લોકોને લડવાનું જોમ પૂરું પાડતી બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ આજે ‘મુસ્કુરાએગા ઇન્ડિયા’ ગીત લઈને આવશે.

અક્ષયકુમાર
અક્ષયકુમાર

દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસ સામે લોકોને લડવાનું જોમ પૂરું પાડતી બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ આજે ‘મુસ્કુરાએગા ઇન્ડિયા’ ગીત લઈને આવશે. આ ગીતમાં અક્ષયકુમાર, ટાઇગર શ્રોફ, તાપસી પન્નુ, વિકી કૌશલ, ભૂમિ પેડણેકર, કાર્તિક આર્યન, ક્રિતી સૅનન, આયુષ્માન ખુરાના, કિઆરા અડવાણી, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલપ્રીત સિંહ, અનન્યા પાન્ડે, શિખર ધવન અને જૅકી ભગનાણી જોવા મળશે. તેઓ આ ગીતના માધ્યમથી લોકોને પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવાનો સંદેશ આપશે. આ ગીતને અક્ષયકુમાર અને જૅકી ભગનાણી પ્રસ્તુત કરશે. એ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હાલમાં આપણો સમય અનિશ્ચિતતાની સાથે કાળાં વાદળોથી ઘેરાયેલો છે અને જિંદગી થંભી ગઈ છે. એવામાં આ ગીતની મદદથી અમારી ઇચ્છા છે કે લોકો એક વાત પર ભરોસો રાખે કે જલદી જ બધું સામાન્ય થઈ જશે. આપણે સૌએ કોરોના વિરુદ્ધ એક થઈને ઊભા રહેવાનું છે. બાદમાં ફરીથી ‘મુસ્કુરાએગા ઇન્ડિયા’.’

આ ગીત વિશે વધુ જણાવતાં જૅકી ભગનાણીએ કહ્યું હતું કે ‘આ ગીત તમામ ભારતીયોના ચહેરા પર મુસ્કાન લાવવા માટે એક પ્રયાસ છે. અક્ષયસર અને મેં અનુભવ્યું છે કે વર્તમાનમાં તો માત્ર આશા પર જ બધું ટકેલું છે. એના પરથી જ અમને આ ગીતનો વિચાર આવ્યો. અમારા તમામ ફ્રેન્ડ્સનો આભાર જેમણે અમને એકસાથે લાવવામાં મદદ કરી છે. આ ગીતમાંથી જમા થનાર રકમ વાઇરસ સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપવામાં આવશે. દેશના 1.3 બિલ્યન ભારતીયો માટે દેશ પ્રતિની લાગણી વ્યક્ત કરવાનો અમારો આ નાનકડો પ્રયાસ છે. ‘જીત જાએગા ઇન્ડિયા’ બાદમાં ફરીથી ‘મુસ્કુરાએગા ઇન્ડિયા’.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK