અક્ષયકુમાર સાથે ટકરાશે 'બાહુબલી', જાણો શું છે મામલો

Published: Jun 14, 2019, 15:15 IST

અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ સ્વતંત્રતા દિવસના દિવસે એટલે 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. એ જ દિવસે રિલીઝ થશે બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહો.

અક્ષયકુમાર અને પ્રભાસ
અક્ષયકુમાર અને પ્રભાસ

અમને 15 ઑગસ્ટે આ વર્ષની બૉક્સની સૌથી મોટી ટક્કર જોવા મળશે. અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ સ્વતંત્રતા દિવસના દિવસે એટલે 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. એ જ દિવસે રિલીઝ થશે બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહો.

આ ટક્કરથી ચાહકોને તો એકસાથે બે સારી ફિલ્મ જોવાની તક મળશે પરંતુ સાથે જ બન્ને ફિલ્મોના બિઝનેસ પર એના અસર પડશે. બન્ને ફિલ્મના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રિલીઝ ડેટ ટાળવાના મૂડમાં નથી. બન્ને ફિલ્મ સ્વતંત્રતા દિવસે જ રિલીઝ થશે.

દેશની પહેલી સ્પેશ ફિલ્મ મિશન મંગલ

મિશન મંગલ દેશની પહેલી સ્પેશ ફિલ્મ છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન, કિર્તી કુલ્હારી, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા, શરમન જોશી અને નિત્યા મેનન જેવા સ્ટાર છે. આ ફિલ્મનું નિર્દેશન જગન શક્તિએ કર્યું છે. ફૉક્સ સ્ટાર સ્ટૂડિયો અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સે આર બાલ્કીની સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે.

આ પણ  વાંચો : વેબ-સિરીઝમાં આર્મી ઑફિસરના પાત્રને લઈને ખૂબ ઉત્સાહિત છે જેનિફર વિન્ગેટ

300 કરોડ રૂપિયાના ખર્ચે બની છે સાહો

સાહોની વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જેવા મોટા સ્ટાર્સ છે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ગયું છે. દર્શકોને ઘણી પસંદ પણ આવી રહી છે. ફિલ્મના નિર્માતાઓએ ખુલાસો કર્યો છે કે સાહોના નિર્માણમાં 300 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. સુજીતે ફિલ્મનું લેખન અને નિર્દેશન કર્યું છે. ફિલ્મ હિન્દી અને તામિલમાં એક સાથે શૂટ થઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK