અક્ષય કુમાર સહિત બેલ બૉટમમાં કામ કરશે નોરા ફતેહી? જાણો હકીકત

Published: 6th November, 2020 14:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ચર્ચા હતી કે આ ફિલ્મ સાથે અભિનેત્રી નોરા ફતેહી પણ જોડાઇ ગઈ છે. તે પહેલી વાર અક્ષય કુમાર સાથે કામ કરવાની છે. પણ જ્યારે સુધી આ સમાચાર ફેલાય અને ચર્ચામાં છવાય અભિનેત્રીની મેનેજર તરફથી સંપૂર્ણ હકીકત જણાવવામાં આવી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બેલ બૉટમને લઈને જબરજસ્ત બઝ બન્યું છે. ફિલ્મના અનેક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ ફિલ્મ માટે ઉત્સાહ હજી વધી રહ્યો છે. તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે આ ફિલ્મ સાથે અભિનેત્રી નોરા ફતેહી પણ જોડાઇ ગઈ હતી. તે પહેલી વાર અક્ષય કુમાર સાથે કામ કરવાની છે.

શું ખરેખર અક્ષય કુમાર સાથે કામ કરશે નોરા ફતેહી?

અભિનેત્રીની મેનેજર પાસેથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે અને હવે એ દાવો છે કે નોરા ફતેહી, અક્ષય સહિત બેલ બૉટમમાં કામ નથી કરવાની. એ બધી ચર્ચાઓને રદિયો આપી દેવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે , "અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે નોરા ફતેહી બેલ બૉટમનો ભાગ નથી. એવા બધા સમાચાર ખોટાં અને તથ્યહીન છે." નોરાની ટીમ તરફથી આવેલી સ્પષ્ટતા બાદ ઘણાં ચાહકો નિરાશ થઈ ગયા છે. નોરાએ ઓછા સમયમાં એવી પૉપ્યુલારિટી મેળવી લીધી છે કે હવે તેમનું કોઇપણ ફિલ્મ સાથે જોડાવું એ તેમને વધારે મોટું બનાવી દે છે. પણ હજી કદાચ નોરાના ચાહકોએ વધારે રાહ જોવી પડશે.

 
 
 
View this post on Instagram

I will never get bored of this Performance at Danceplus 5 🤩😍🔥🔥 • • • • • • • • • • • • • • • • @norafatehi #norafatehi @norafatehimafia #ektohkumzindagani #dilbar #sakisaki #pepeta #pachtaoge #norafatehimafia #bollywood #deepikapadukone @deepikapadukone #aliabhatt @aliaabhatt #priyankachopra @priyankachopra #katrinakaif @katrinakaif #shraddhakapoor @shraddhakapoor #kimkardashian @kimkardashian #kendalljenner @kendalljenner #khloekardashian @khloekardashian @kourtneykardash #arianagrande @arianagrande #jacquelinefernandez @jacquelinef143 #shahrukhkhan @shahidkapoor #salmankhan @beingsalmankhan #hrithikroshan @hrithikroshan @justinbieber #selenagomez #norafatehimafia #TheNorianas #norafatehiglam #thenorianas #bellydance #oneyearofektohkumzindagani

A post shared by 𝐍𝐎𝐑𝐀 𝐅𝐀𝐓𝐄𝐇𝐈 𝐌𝐀𝐅𝐈𝐀| 𝐄𝐔𝐑𝐎𝐏𝐄 🇪🇺 (@norafatehimafia) onNov 4, 2020 at 4:08am PST

આમ તો કેટલાક સમયથી નોરા ફતેહી ઘણાં સમયથી ચર્ચામાં છે. તે કહે છે કે અમુક સમય માટે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની જજ બની હતી, પણ ચાહકોએ તેમને આ ભૂમિકામાં જ ખૂબ જ પસંદ કરી હતી. જ્યાં સુધી નોરા ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સાથે જોડાઇ રહી, શૉને જબરજસ્ત ટીઆરપી મળી રહી હતી. નોરાને જજ તરીકે બધાએ ફુલ નંબર આપ્યા હતા. પણ હવે શૉમાં મલાઇકાએ કમબૅક કરી લીધું છે અને નોરા બહાર છે.

ફિલ્મ બેલ બૉટમની વાત કરીએ તો આનું નિર્દેશન રંજીત એમ તિવારી કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય સાથે વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ મુખ્ય રોલમાં દેખાવાની છે. ફિલ્મ આવતા વર્ષે 2 એપ્રિલના રિલીઝ કરવાની તૈયારી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK