અક્ષય કુમારે બહેન અલ્કા ભાટિયા માટે બુક કરાવી આખી મુંબઇ-દિલ્હી ફ્લાઇટ

Published: May 31, 2020, 12:29 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

અક્ષય કુમારની બહેનને પ્રવાસ દરમિયાન વિશેષ સુવિધા આફવામાં આવી નહીં. સરકરા દ્વારા નિર્ધારિત કરવામાં આવેસ કોવિડ-19 સંબંધિત નિયમિત ઉપાયોના પ્રોટૉકૉલ અને સુરક્ષા ઉપાયોનું પાલન કરવામાં આવ્યું.

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)
અક્ષય કુમાર (ફાઇલ ફોટો)

દેશ કોરોના વાયરસને ચપેટમાં છે અને લૉકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો પરિવારજનોથી દૂર ફસાયેલા છે. આ મુશ્કેલીના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ઘર અને પરિવાર પાસે પહોંચવા માગે છે. આ માટે તમામ ફિલ્મી સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા છે. તો, જરૂરિયાતમંદોની મદદ કરનારા એક્ટર અક્ષય કુમારે પોતાની બહેન અલ્કા ભાટિયા અમે તેમના બાળકો માટે મુંબઇથી દિલ્હી જનારી આખી ફ્લાઇટની બુકિંગ કરી લીધી. સોશિયલ મીડિયા પર તેના આ પગલાંથી ઘણાં લોકો ખુશ દેખાયા નથી.

ફ્લાઇટમાં માત્ર આ લોકોએ કર્યો પ્રવાસ
કોરોનાવાયરસ દરમિયાન અક્ષય કુમાર કોઇપણ રિસ્ક લેવા માગતો નહોતો એટલે તેણે આખી ફ્લાઇટ જ બુક કરી લીધી. મુંબઇથી દિલ્હી માટે જનારી આ ફ્લાઇટમાં માત્ર ચાર લોકોએ પ્રવાસ કર્યો. જેમાં અલ્કા ભાટિયા અને તેમના બે બાળકો સાથે તેમની મેડ સામેલ હતી.

ફ્લાઇટમાં સુરક્ષા ઉપાયોનું કરવામાં આવ્યું પાલન
અક્ષયની બહેનને પ્રવાસ દરમિયાન કોઇ વિશેષ સુવિધા આપવામાં આવી નહોતી. સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા કોવિડ-19 સંબંધિત નિયમિત ઉપાયોના પ્રોટૉકૉલ અને સુરક્ષા ઉપાયોનું પાલન કરવામાં આવ્યું. તાજેતરમાં જ ભોપાળથી દિલ્હી માટે પણ એક ફ્લાઇટ બુક કરાવવામાં આવી હતી, જેમાં એક વેપારીએ બધી સીટ પોતાની દીકરી, તેના બાળકો અને તેમની મેડ માટે બુક કરાવી હતી.

અક્ષય કુમારે દાન પણ ઘણું કર્યું છે
નોંધનીય છે કે અક્ષય કુમારે કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પોતાનું યોગદાન કર્યું છે. તેણે પીએમ કૅર્સ ફન્ડમાં 25 કરોડ, બીએમસીમાં ત્રણ કરોડ અને CINTAAમાં 45 લાખ રૂપિયા દાન કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK