Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Akshay Kumarની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર પણ વાઈરલ

Akshay Kumarની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર પણ વાઈરલ

23 January, 2021 01:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Akshay Kumarની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર પણ વાઈરલ

અક્ષય કુમાર

અક્ષય કુમાર


બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર આ વર્ષે બેક-ટૂ-બેક ઘણી ફિલ્મોમાં નજર આવવાના છે. આ દરમિયાન તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'બચ્ચન પાન્ડે'ની રિલીઝ ડેટ અંગે એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ફિલ્મ બચ્ચન પાન્ડે (Bachchan Pandey) હવે 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. એની જાણકારી પોતે અક્ષય કુમારે (Akshay Kumar) પોતાના ઑફિશિયલ ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આપી છે.




અક્ષય કુમારે ટ્વિટર પર પોસ્ટર શેર કરતાં લખ્યું કે, 'બચ્ચન પાન્ડે 26 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે'. 'બચ્ચન પાન્ડે'ના આ પોસ્ટરમાં અભિનેતાનો લૂક એકદમ ખતરનાક લાગી રહ્યો છે. તસવીરમાં અક્ષય કુમારની એક આંખ વાંદળી છે અને તેમણે ગળામાં સાંકળી પહેરેલા નજર આવી રહ્યા છે. સાથે જ તેમના આ જોરદાર લૂકને તેમના ફૅન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. જે એક એક્ટર બનવા માંગે છે અને આ ફિલ્મમાં ક્રિતી સેનન એક પત્રકારની ભૂમિકામાં નજર આવશે.

સાથે જ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી એક્શન કૉમેડી કરતા નજર આવશે. થોડા દિવસ પહેલા જ ફિલ્મની શૂટિંગ રાજસ્થાનના જેસલમેરમાં શરૂ કરવામાં આવી હતી. ફિલ્મની ટીમ હાલમાં ગડીસર તળાવ અને જેસલકોટ જેવા સ્થળોએ શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું નિર્માણ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.


આ ફિલ્મ અગાઉ 22 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મને આવતા વર્ષે 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે. જણાવી દઈએ કે ફિલ્મ 'બચ્ચન પાન્ડે' વર્ષ 2014માં આવેલી સુપરહિટ તમિળ ફિલ્મ 'વીરમ'ની હિન્દી રીમેક છે. આ સિવાય અક્ષય કુમાર 'સૂર્યવંશી', 'અતરંગી રે', 'બેલ બૉટમ', 'પૃથ્વીરાજ' અને 'રક્ષાબંધન'માં નજર આવશે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK