અજયે તાન્હાજી જોવા બદલ આર્મી, નેવી અને ઍર ફોર્સના ચીફનો આભાર માન્યો
અજય દેવગન
‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને આર્મી, નેવી અને ઍર ફોર્સનાં પ્રમુખોએ જોઈ એ માટે અજય દેવગને સૌનો આભાર માન્યો હતો. આ ત્રણેય પ્રમુખો માટે રવિવારે દિલ્હીમાં સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી. આ પ્રમુખોની સાથે જ અજય દેવગન અને હરિંદર સિક્કા પણ હાજર હતાં. હરિંદર સિક્કાએ ‘કૉલિંગ સેહમત’ લખી હતી, જેનાં પરથી જ ‘રાઝી’ બનાવવામાં આવી હતી. આ ત્રણેય પ્રમુખો અને હરિંદર સિક્કા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘સેનાનાં ત્રણેય પ્રમુખો સાથે સમય પસાર કરીને ખૂબ સન્માન અનુભવી રહ્યો છું. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને આટલો પ્રેમ આપવા બદલ આભાર.’
તાન્હાજી : ધ અનસંગ વૉરિયરએ દસ દિવસમાં કર્યો ૧૬૭.૪૫ કરોડનો બિઝનેસ
ADVERTISEMENT
મુંબઈ : ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’એ દસ દિવસમાં ૧૬૭.૪૫ કરોડનો બિઝનેસ કર્યો છે. દસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તેમનાં પ્રશંસનિય પર્ફોર્મન્સથી બૉક્સ-ઑફિસ પર કલેક્શન જબરદસ્ત થઈ રહ્યું છે. આ ફિલ્મ ૧૫૦ કરોડમાં બની હતી. રિલીઝનાં બીજા અઠવાડિયે જ આ ફિલ્મે ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ઇતિહાસને દેખાડતી આ ફિલ્મને ઉત્તર પ્રદેશમાં અને હરિયાણામાં ટૅક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મે બીજા રવિવારે પણ જંગી એટલે કે ૨૨.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


