અજય દેવગનની ‘મૈદાન’નું ફાઇનલ શૂટિંગ આજથી એપ્રિલ સુધી સતત કરવામાં આવશે. ભારતીય ફુટબોલ-કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત આ ફિલ્મ આ વર્ષે દશેરામાં રિલીઝ થશે. સૈયદ અબ્દુલ રહીમે ભારતીય નૅશનલ ટીમને ૧૯૫૦થી માંડીને ૧૯૬૩ સુધી ટ્રેઇનિંગ આપી હતી. તેમણે ભારતીય ફુટબૉલની તસવીર બદલી નાખી હતી. ફિલ્મને અમિત રવીન્દરનાથ શર્માએ ડિરેક્ટ કરી છે અને ઝી સ્ટુડિયોઝ, બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણ જૉય સેનગુપ્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પ્રિયમણિ, ગજરાજ રાવ અને રૂદ્રનીલ ઘોષની આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ફાઇનલ શૂટિંગ આજથી પવઈમાં શરૂ થશે અને એપ્રિલના અંત સુધી ચાલતું રહેશે. આ સાથે અમિત રવિન્દરનાથ શર્માના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ પૂરી થઈ જશે અને એ ૨૦૨૧ની ૧૫ ઑક્ટોબરે રિલીઝ થશે.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST