ઐશ્વર્યા રાયની કમબૅક ફિલ્મ જઝ્બા કોરિયન ફિલ્મ સેવન ડેઝની રીમેક છે

Published: 18th December, 2014 05:34 IST

લાંબા સમય બાદ ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘જઝ્બા’થી રૂપેરી પડદે પુનરાગમન કરવાની છે અને ભૂતપૂર્વ વિશ્વસુંદરીના અસંખ્ય ફૅન હોવાથી આ ફિલ્મે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે.


આ ફિલ્મના ડિરેક્ટર સંજય ગુપ્તા ઐશ્વર્યાના કમબૅક માટે એક યુનિક રોલની તલાશમાં હતા અને સ્ટન્ટ્સ અને ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં ઐશ્વર્યા આવા શાનદાર રોલમાં જોવા મળશે.

જોકે હવે એવું જાણવા મળ્યું છે કે ‘જઝ્બા’ ૨૦૦૭માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ ‘સેવન ડેઝ’ની રીમેક છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા લૉયરના અને ઇરફાન ખાન સસ્પેન્ડેડ પોલીસ-ઑફિસરના રોલમાં છે. ‘સેવન ડેઝ’માં પણ હિરોઇન એક મહિલા લૉયર છે જે પોતાની કિડનૅપ થયેલી પુત્રીને બચાવવા મેદાને પડે છે અને રેપ તથા મર્ડરના આરોપી સામે કોર્ટમાં ટ્રાયલ માટે માત્ર સાત જ દિવસ મળે છે.

‘જઝ્બા’માં શબાના આઝમી અને અનુપમ ખેરની પણ મહત્વની ભૂમિકા છે તેમ જ મહેમાન કલાકાર જૉન એબ્રાહમ ગૅન્ગસ્ટરના રોલમાં છે. ૧૦ જાન્યુઆરીથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને મે મહિનામાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થવાની વાતો પણ ચાલી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK