Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Article 15ની સફળતા બાદ આયુષ્માને આ રીતે કહ્યું થેન્ક યુ

Article 15ની સફળતા બાદ આયુષ્માને આ રીતે કહ્યું થેન્ક યુ

07 July, 2019 08:15 PM IST |

Article 15ની સફળતા બાદ આયુષ્માને આ રીતે કહ્યું થેન્ક યુ

આયુષ્માને માન્યો દર્શકોનો આભાર

આયુષ્માને માન્યો દર્શકોનો આભાર


આયુષ્માન ખુરાનાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ આર્ટિકલ 15 દ્વારા એકવાર પોતાની અનોખી છાપ દર્શકો પર છોડી છે. અનુભવ સિન્હા દ્વારા ડિરેક્શનમાં બનેલી ઈન્વેસ્ટિગેટિવ ડ્રામામાં પોતાના દમદાર કન્ટેન્ટ સાથે દર્શકોની રુંવાટી ઉભી કરવામાં સફળ રહ્યો છે જેનું પરિણામ ફિલ્મને મળી રહેલા જોરદાર રિસ્પોન્સથી જોઈ શકાય છે.

બોક્સ ઓફિસ પર આર્ટિકલ 15ની સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ફિલ્મમાં હમેશા કન્ટેન્ટની બોલબાલા હોય છે. ખુશીની વાત એ છે કે, સમાજના કડવા સત્યને હાઈલાઈટ કરનારી સત્ય ઘટનાઓપર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી રહી છે અને સફળતાનો સારો સ્વાદ ચાખી રહી છે.



ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ પોતાના દમદાર અભિનય સાથે ફરી એકવાર દર્શકોનું દિલ જીત્યું છે. ફિલ્મને મળી રહેલી પ્રતિક્રિયાથી ખુશ થયેલા આયુષ્માન ખુરાનાએ પોતાની ખુશી જાહેર કરતા કહ્યું હતું કે, હુ આભારી છું કે લોકો અમારી ફિલ્મને વખાણવામાં આવી રહી છે. આર્ટિકલ 15 એવી સ્ટોરી છે જેનું કન્ટેન્ટ જોરદાર છે અને પોલીસનો યુનિફોર્મ પહેરવો એક અનોખો અનુભવ છે. ઈન્ડસ્ટ્રીમાં નજીકના લોકો અને મિત્રોએ મને મારા પરફોર્મન્સ વિશે કહેવા વ્યક્તિગત મેસેજ કર્યા હતા અને તેમના પ્રેમ અને સમર્થન માટે આભારી છું. માત્ર અભિનેતાઓ જ નહી સામાન્ય લોકો તરફથી પણ મળી રહેલા પ્રેમથી ખુબ ખુશ છું.'


આ પણ વાંચો: 

ફિલ્મ આર્ટિકલ 15 28 જૂને રિલીઝ થઈ ચૂકી છે અને સમાજમાં ચાલી રહેલા અન્યાય સામે સવાલ ઉઠાવતી ફિલ્મને પહેલા વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. જો કે હાલ લોકો દ્વારા ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 08:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK