'ભારત' બાદ નવા અવતારમાં જોવા મળશે સલમાન ખાન, જુઓ ટ્વિટ

Published: Jun 09, 2019, 13:17 IST | મુંબઈ

સલમાન ખાનનો ઉત્સાહ જોઈને અંદાજો લગાવી શકાય છે કે એ ફિલ્મ પણ 'ભારત'ના સ્તરની જ હશે.

સલમાન ખાન
સલમાન ખાન

ફિલ્મ અભિનેતા સલમાન ખાન(Salman Khan)ની ફિલ્મ ભારત (Bharat)એ રિલીઝના ચોથા દિવસે બૉક્સ ઑફિસ પર 100 કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ કરી લીધો છે. આ અવસર પર સલમાન ખાને સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી આ વાતનો ખુલાસો કર્યો છે કે તેઓ બહુ જ જલદી કઈ નવું લઈને આવી રહ્યા છે.

 

આ ટ્વિટની સાથે એમણે એક 3 સેકન્ડનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં એક મોટી ખુરશી પર બેસીને ફરતા દેખાઈ રહ્યા છે. જોકે એમણે એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ ચાહકો માટે શું નવું લઈને આવવાના છે. જોકે સલમાન ખાનનો ઉત્સાહ જોઈને અંદાજો લગાવી શકાય છે કે એ ફિલ્મ પણ 'ભારત'ના સ્તરની જ હશે.

મહત્વનું છે કે સલમાન ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘Bharat’ બૉક્સ ઑફિસ પર બમ્પર ઓપનિંગ સાથે શરૂઆત કરી છે અને અત્યાર સુધી ચાર દિવસમાં 122.20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે ઉપરાંત રવિવારની કમાણી હજી બાકી છે. એના ચાલતા અંદાજો લગાવી શકાય કે આ ફિલ્મ રવિવાર સુધી 150 કરોડ રૂપિયાનું કલેક્શન બૉક્સ ઑફિસ પર કરી શકે છે.

આ પણ વાંચો : Happy Birthday: બાળપણમાં આટલી સુંદર અને ક્યૂટ દેખાતી હતી સોનમ કપૂર

તમને જણાવી દઈએ કે સલમાનની સાથે આ ફિલ્મમાં કેટરિના કૈફ અને દિશા પટણીની પણ મહત્વની ભૂમિકા છે. આ સાથે જ સુનીલ ગ્રોવર પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ ઈદના દિવસે એટલે 5 જૂન 2019ના રોજ રિલીઝ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK