Happy Birthday: બાળપણમાં આટલી સુંદર અને ક્યૂટ દેખાતી હતી સોનમ કપૂર
Updated: Jun 09, 2019, 12:41 IST | Sheetal Patel
સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985માં મુંબઈમાં થયો હતો. સોનમ ફિલ્મ બેકગ્રાઈન્ડથી આવી છે. તેના પિતા અનિલ કપૂરને કોઈ પરિચયની જરૂર નથી, જ્યારે તેમના દાદા સુરિન્દર કપૂર ફિલ્મ નિર્માતા હતા. તેની માતા સુનીતા કપૂર ભૂતપૂર્વ મોડેલ અને ડિઝાઇનર છે. તસવીર સૌજન્ય- સોનમ કપૂર, રિયા કપૂર, અનિલ કપૂર અને સુનિતા કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીરમાં- સોનમ કપૂર એક બાળક રૂપે
1/20
સોનમ કપૂરની બહેન રિયા કપૂર ફિલ્મ પ્રોડ્યૂસર અને ફૅશન લાઈન રિસોનની માલિક છે ત્યારે ભાઈ હર્ષવર્ધન કપૂર એક્ટર છે.
તસવીરમાં- 'પાપા કી પરી' સોનમ કપૂર પિતા અનિલ કપૂર સાથે
2/20
આમ તો સોનમ કપૂરના પિતા અને દાદા નહીં, એમના કાકા- બૉની કપૂર અને સંજય કપૂર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. જ્યારે બૉની કપૂર ફિર્મ નિર્માતા અને સંજય કપૂર અભિનેતા છે.
તસવીરમાં: સોનમ કપૂર માતા સુનિતા કપૂરની સાથે
3/20
અર્જુન કપૂર, અંશુલા કપૂર, જાન્હવી કપૂર, ખુશી કપૂર, મોહિત મારવાહ, શનાયા કપૂર અને જહાન કપૂર સોનમ કપૂરના કઝિન્સ છે.
તસવીરમાં: અનિલ કપૂર દીકરી સોનમ અને રિયા કપૂર સાથે
4/20
પહેલા સોનમ કપૂરનો પરિવાર ચેમ્બૂરમાં રહેતો હતો. જ્યારે સોનમ એક મહિનાની હતી ત્યારથી તેઓ જૂહુ ચાલ્યા ગયા. સોનમ કપૂરે જૂહુમાં આર્ય વિદ્યા મંદિર સ્કુલમાં અભ્યાસ કર્યો હતો.
તસવીરમાં: માતા-પિતા સાથે સોનમ અને રિયા
5/20
15 વર્ષની ઉંમરમાં સોનમ કપૂરની પહેલી નોકરી એક વેટ્રેસની હતી, પરંતુ આ જૉબ ફક્ત એક વીક સુધી હતી.
તસવીરમાં- સોનમ કપૂર પોતાની નાની સાથે
6/20
સોનમ કપૂર વધુ શિક્ષણ માટે, થિયેટર અને આર્ટનો અભ્યાસ કરવા માટે સાઉથ ઈસ્ટ એશિયા (સિંગાપોર)ની યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ગઈ.
તસવીરમાં: સોનમ અને રિયા કપૂર દાદી સાથે
7/20
જ્યારે સિંગાપુરમાં અભિનેત્રી રાની મુખર્જી સાથે મુલાકાત થઈ હતી ત્યારે રાની સંજ્ય લીલા ભણસાલીની બ્લેક ફિલ્મમાં કામ કરી રહી હતી, ત્યારે તેણે કપૂર પરિવારની મુલાકાત લીધી હતી. સોનમે ભંસાલીની ફિલ્મમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તસવીરમાં: રિયા કપૂર અને સોનમ કપૂર
8/20
સંજય ભણસાલીએ આખરે સોનમ કપૂરને આગામી ફિલ્મ 'સાંવરિયા'માં કામ કરવાની ઑફર આપી હતી અને તેણે સ્વીકારી પમ લીધી હતી.
તસવીરમાં: અર્જુન કપૂર અને સોનમ કપૂર
9/20
સોનમ કપૂરએ 2007 માં રણબીર કપૂર સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'માં બોલીવુડની શરૂઆત કરી હતી.
તસવીરમાં: અર્જુન કપૂર અને સોનમ કપૂર
10/20
સોનમ કપૂર અને રિયા કપૂર તેમની કાકી રીના કપૂર (મોહિત મારવાહની માતા) સાથે
11/20
અનિલ કપૂર સાથે નાનકડી સોનમ કપૂર
12/20
સોનમ કપૂર ચાર્લી ચેપ્લિનના વેશમાં
13/20
સોનમ કપૂર અને બહેન રિયા કપૂર ડાકુના વસ્ત્રમાં
14/20
અનિલ કપૂર દીકરી સોનમ અને રિયા સાથે
15/20
પિતા સાથે બર્થ-ડેની ઉજવણી કરતા સોનમ અને રિયા
16/20
ફ્રોકમાં અડોરેબલ લાગતી સોનમ કપૂર
17/20
સ્કૂલ યૂનિફોર્મમાં સોનમ કપૂરનો મસ્ત અંદાજ
18/20
પપ્પા સાથે મસ્તી કરતી સોનમ કપૂર
19/20
પિતા અનિલ કપૂર સાથે સોનમ કપૂરનો 'Awesome' લૂક
20/20
ફોટોઝ વિશે
આજે સોનમ કપૂરના જન્મદિવસે અમે તેમના અને પિતા અનિલ કપૂર, માતા સુનિતા કપૂર અને બહેન રિયા કપૂરની કેટલીક દુર્લભ બાળપણની તસવીર લઈને આવ્યા છે. અમે શરત લગાવીએ છીએ કે તમે આ તસવીરોને પહેલા જોઈ નહીં હોય. તો કરો એના પર એક નજર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK