ઍક્ટ્રેસ સના ખાને નોંધાવી મીડિયા-કન્સલ્ટન્ટ સામે 9 લાખ પડાવવાની ફરિયાદ

Published: Nov 02, 2014, 04:39 IST

શુક્રવારે મોડી રાતે બૉલીવુડ-ઍક્ટ્રેસ સના ખાને મીડિયા-કન્સલ્ટન્ટ પૂનમ ખન્ના વિરુદ્ધ ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં ફ્રેશ ફરિયાદ નોંધાવી હતી. પૂનમ ખન્નાએ મલાડ અને ગોરેગામમાં ચાલીઓમાં ત્રણ રૂમ અપાવવાનો વાયદો કરીને તેની પાસેથી નવ લાખ રૂપિયા પડાવ્યા હતા એવો દાવો સના ખાને કર્યો છે. જોકે પૂનમ ખન્ના પોતાનો એ વાયદો પૂરો કરવામાં નિષ્ફળ ગઈ હતી. અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં નથી આવી.sana khan


સૌરભ વક્તાણિયા

પોલીસે જણાવ્યું હતું કે ‘સના ખાન પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માગતી હતી. ૨૮ ઑગસ્ટે પૂનમ ખન્ના સાથે તેની મુલાકાત થઈ હતી. પૂનમે સનાને મલાડના ગુડિયાપાડા વિસ્તારમાં બે અલગ રૂમ લઈ આપવાની ભલામણ કરી હતી અને ગોરેગામમાં તેના ઓમકાર ડેવલપર્સ સાથે સારા સંબંધ હોવાનું પણ કહ્યું હતું. પૂનમે સનાને કહ્યું હતું કે ત્રણ લાખ રૂપિયામાં રૂમ અપાવવામાં હું તારી મદદ કરીશ અને આ રૂમ SRA સ્કીમ હેઠળ રીડેવલપમેન્ટમાં જતાં એક ફ્લૅટની કિંમત ત્યારે ૧૧ લાખ રૂપિયા થઈ જશે.

એ પછી સનાએ પૂનમને નવ લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેને ન તો રૂમ મળી કે ન તો પૈસા પાછા મળ્યા. સનાએ પૈસા બાબતે પૂનમને પૂછ્યુ ત્યારે તેણે સનાને ધમકાવી હતી કે તારા બૉયફ્રેન્ડ સાથેના તારા રિલેશનશિપની વાતો હું મીડિયામાં લીક કરી દઈશ.

પોલીસે આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે અમે પૂનમ ખન્ના વિરુદ્ધ ચીટિંગનો કેસ દાખલ કર્યો છે પણ તેની ધરપકડ નથી કરી. એ વિશે પોલીસે એવું કારણ આપ્યું હતું કે ‘સના ખાન આ સાથેના અગાઉના કેસમાં પોતે સંડોવાયેલી હોવાથી પૂરી તપાસ બાદ જ અમે પગલાં ભરીશું. આ ઘટનામાં તપાસ માટે અમે આંબોલી પોલીસની મદદ લઈ રહ્યા છીએ.’

પહેલાંના કેસ બાબતે પોલીસે કહ્યું હતું કે ‘આ પહેલાં ૨૧ ઑક્ટોબરે અંધેરીમાં પોતાના ૨૧ વર્ષના બૉયફ્રેન્ડની ગાડીમાં સના ખાને પૂનમ ખન્ના પાસે પોતાના રૂપિયા પાછા માગ્યા હતા, પણ પૂનમે આપવાની ના પાડતાં સના ખાન અને તેના બૉયફ્રેન્ડે પૂનમનો હાથ મચકોડ્યો હતો અને તેને અયોગ્ય રીતે હાથ લગાડ્યો હતો. આ ઉપરાંત થોડાં અઠવાડિયાં પહેલાં ન્યુઝપેપરમાં આવેલા આર્ટિકલ બાબતે પણ પૂનમને ધમકાવી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK