Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિનેત્રી દિવ્યા ચોક્સીનો કેન્સરે લીધો જીવ

અભિનેત્રી દિવ્યા ચોક્સીનો કેન્સરે લીધો જીવ

13 July, 2020 11:31 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી દિવ્યા ચોક્સીનો કેન્સરે લીધો જીવ

દિવ્યા ચોક્સી (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

દિવ્યા ચોક્સી (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે જાણે બહુ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક નવી સવાર એક નવા દુ:ખદ સમાચાર લઈને આવે છે. એક પછી એક કલાકારો આ દુનિયાને અલવિદા કહી રહ્યાં છે. હવે બૉલીવુડ અભિનેત્રી અને મોડલ દિવ્યા ચૌક્સીએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. 30 વર્ષીય અભિનેત્રીનું કેન્સરની બિમારીને લીધે નિધન થયું છે.

ભોપાલમાં જન્મેલી દિવ્યા ચોક્સી અભિનેત્રી અને મોડલક ઉપરાંત ગાયક અને ગીતકાર પણ છે. મુંબઈ શહેરમાં સપનાઓ પુરા કરવા આવેલી દિવ્યા કેન્સરની બિમારીથી પિડાતી હતી. તેણે 'સીઆઈડી', 'એક ઘર બનઉંગા', 'શપથ' વગેરે સિરિયલોમાં અભિનય કર્યો છે અને 2016માં આવેલી ફિલ્મ 'હૈ અપના દિલ તો આવારા' દ્વારા બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. થોડાક સમય પહેલા જ દિવ્યાએ ટ્વીટના માધ્યમથી લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. અભિનેત્રીના મૃત્યુના સમાચાર કઝીન બહેન અને સખીએ ફેસબુકના માધ્યમથી આપ્યા હતા. 12 જૂલાઈના રોજ દિવ્યાનું નિધન થયું છે.



મરતા પહેલા દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, જે હું બનાવા માંગતી હતી. એના માટે શબ્દો પુરતા નથી. થોડા મહિનાઓ પહેલા મોટી માત્રામાં ઉત્સાહ વધારનારા મેસેજ આવતા તા. પરંતુ પરંતુ હવે હું જણાવવા માંગુ છું કે દોસ્તો હું મારી મૃત્યુશૈયા ઉપર પડી રહી છું. 'હું ખુબ જ મજબૂત છું કૃપા કરીને મને કોઈ પ્રશ્ન ન કરો. માત્ર ભગવાન જાણે છે કે તે મારી સાથે શું કરી રહ્યા છે.


પ્રતિભાશાળી અભિનેત્રીના મૃત્યુથી ફૅન્સ બહુ દુ:ખી થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK