અભિષેક બચ્ચનને હૉસ્પિટલમાંથી રજા મળે તેવી કોઈ આશા જ નથી

Published: Aug 06, 2020, 18:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતા 26 દિવસથી હૉસ્પિટલમાં છે, સોશ્યલ મીડિયા પર શૅર કરી કૅર બોર્ડની તસવીર

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) કોરોના વાયરસ (COVID-19)નો ભોગ બન્યો છે અને છેલ્લા 26 દિવસથી નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અભિનેતા હૉસ્પિટલમાંથી પણ તબિયતના સતત અપડેટ્સ આપતો રહે છે. તાજેતરમાં જ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેણે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જના પ્લાન અંગે વાત કરી છે. જેમાં તે પોતાને મોટિવેટ કરે છે.

તાજેતરમાં અભિષેકે સોશ્યલ મીડિયા પર એક વ્હાઈટ બોર્ડની તસવીર શૅર કરી છે. જેમાં તેનું ડાયેટ, નર્સનું નામ અને ડિસચાર્જ પ્લાન અંગે લખ્યુ છે. અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનાં બેડની તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે, 'હૉસ્પિટલ ડે-26, ડિસ્ચાર્જ પ્લાન- No' એટલું જ નહીં, પોતાની જાતને મોટિવેટ કરતાં તેણે લખ્યુ છે કે, 'કમ ઓન બચ્ચન, તુ કરી શકીશ '

 
 
 
View this post on Instagram

Hospital day :26 Discharge plan: NO! 😡 Come on Bachchan, you can do it!! 💪🏽 #believe

A post shared by Abhishek Bachchan (@bachchan) onAug 5, 2020 at 9:19am PDT

અભિષેક બચ્ચનની આ પોસ્ટ પર તેનાં ફૅન્સ એક પછી એક જબરજસ્ત પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનની સાથે જ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પૉઝિટિવ હતા અને નાણાવટી હૉસ્પિટલમાં સારાવાર લઈ રહ્યાં હતાં. પરંતુ હવે અભિષેક સિવાય બધાં કોરોના નેગેટિવ છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK